ગુજરાત સહિત દેશમાં પણ ગરમીએ માઝા મુકી છે. અત્યારે દેશના અત્યારે કાળજાળ ગરમી પડી રહીં છે. દેશનાં સાત રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, જેસલમેર નજીક પાક.બોર્ડર ઉપર 53 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેની સાથે સાથે રાજસ્થાનના ફલોદીમાં તાપમાન 49 ડિગ્રી પહોંચ્યું છે. બાડમેરમાં સતત ત્રીજા દિવસે 48 ડિગ્રીને પાર તાપમાન રહ્યું છે. રાજસ્થાનમાં અત્યારે ગરમીએ ચરમસીમા પર પહોંચી ગઈ છે. જેના કારણે કે, અત્યારે ત્યાના લોકો હેરાન પણ થઈ રહ્યા છે.
મધ્યપ્રદેશ રાજ્યમાં લૂ ગરમીથી અત્યાર સુધીમાં 10થી વધુના મોત થયાના સમાચાર પણ સામે આવ્યાં છે. આ સાથે મધ્યપ્રદેશમાં પણ ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે દિલ્હી, રાજસ્થાન અને પંજાબમાં હિટવેવની અસર વર્તાઈ શકે છે. આ સાથે ભારતના સાત રાજ્યોમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.