ભારતમાં લોકસભા ચૂંટણી 2024 સમાપ્ત થઇ ગઈ છે. 4 જૂને જાહેર થયેલા પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને બહુમતી મળી છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર PM તરીકે શપથ લેશે. હવે વિશ્વભરમાંથી PM મોદીને તેમની જીત માટે અભિનંદન આવવા લાગ્યા છે. ઇટલીના જ્યોર્જિયા મેલોનીથી લઈને મુહમ્મદ મુઈઝુએ પણ PM મોદીને અભિનંદન પાઠવ્યા છે.
ઇટલીના PM જ્યોર્જિયા મેલોનીએ PM મોદીને અભિનંદન આપતા કહ્યું- ચૂંટણીની જીત અને સારા કામ માટે મારા અભિનંદન. તે નિશ્ચિત છે કે અમે ઇટાલી અને ભારતને એક કરતી મિત્રતાને મજબૂત કરવા અને અમારા રાષ્ટ્રો અને અમારા લોકોની સુખાકારી માટે અમને બંધનકર્તા એવા વિવિધ મુદ્દાઓ પર સહકારને મજબૂત કરવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ PM મોદીને અભિનંદન પાઠવ્યા અને કહ્યું- 2024 ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને BJP ના નેતૃત્વવાળી NDA ને સતત ત્રીજી વખત સફળતા મળી છે. હું અમારા બંને દેશો માટે સહિયારી સમૃદ્ધિ અને સ્થિરતાના અનુસંધાનમાં અમારા સામાન્ય હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે તેઓ BJP ના નેતૃત્વવાળી NDA ને અભિનંદન પાઠવું છું. NDA ની જીતે PM મોદીના નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય લોકોનો વિશ્વાસ દર્શાવ્યો હતો. નજીકના પાડોશી તરીકે, શ્રીલંકા ભારત સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઉત્સુક છે.