આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી કેટલાક ઠેકાણે ધીમીધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગતમોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.