કાંગોની રાજધાની કિન્શાસા નજીક નદીમાં 270થી વધુ મુસાફરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોતના સમાચારથી ચકચાર મચી ગઈ છે. નોંધનિય છે કે, દેશના રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્શિસેકેદીએ બુધવારે આ માહિતી આપી હતી. પ્રાથમિક વિગતો મુજબ મુસાફરોને લઈ જતી બોટ નદી કિનારે અથડાઈ અને તૂટી અને આ દુર્ઘટના સર્જાઇ હતી.
કાંગોની રાજધાની કિન્શાસા નજીક નદીમાં એક બોટ સેંકડો મુસાફરોને લઈને કિંશાસા જઈ રહી હતી. આ દરમિયાન અચાનક માર્ગમાં એન્જીન ફેલ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. મુશી જિલ્લામાં વોટર કમિશનર રેઈન મેકરે અકસ્માત અંગે માહિતી આપતા કહ્યુ કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 86 મુસાફરોના મોત થયા હતા. આ સાથે 185 લોકો નદીમાં તરીને કિનારે પહોંચવામાં સફળ થયા હતા. મહત્વનું છે કે, આ સ્થળ મુશીના નજીકના શહેરથી લગભગ 70 કિલોમીટર (43 માઇલ) દૂર છે.