Saturday, May 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાણંદમાં ચાલતી દારૂ અને હુક્કા પાર્ટીમાં પોલીસ ત્રાટકી : મહિલા સહિત ૮૦ ઝડપાયા

પાર્ટીમાં ફૂડ કાઉન્ટરની સાથોસાથ ૧૧ જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ મૂકવામાં આવ્યો હતો : પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

dharmendravaghela by dharmendravaghela
2026-02-05 12:01:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો હતો.પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, પોલીસ આ રેડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાણંદના ગોરસ સિમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન વિકેન્ડ હોમમાં એક પ્રાઈવેટ બંગલોમાં એક 25મી એનિવર્સરીની પાર્ટી હતી. જેમાં દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. જે અંગે બાતમી મળતા પોલીસની ટીમે રેડ કરીને 80 જેટલા યુવક અને યુવતીની ધરપકડ કરી હતી. આ સાથે જ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાણંદના ગોરસ સિમ નજીક એક પ્રાઈવેટ વિકેન્ડ હોમમાં એવીની 25મી એનીવર્સરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતાં. અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 11 જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો.
પોલિસે રેડ કરતા જ મહેફિલમાં ભંગ પડ્યો હતો અને ત્યાં હાજર યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ 80 જેટલા યુવક યુવતીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. માહિતી અનુસાર મહિલાઓને સાડા ત્રણ વાગ્યે વહેલી સવારે જ્યારે પુરુષોને સાડા પાંચ વાગ્યે વહેલી સવારે જ મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓને મેડિકલ તપાસ બાદ નોટિસ ફટકારીને છોડી મૂકવામાં આવી હતી. જ્યારે પુરુષો હજુ પણ પોલીસની જ કસ્ટડીમાં છે.

Tags: daru hukka partynirvana greensRaidsanand
Previous Post

દક્ષિણ ફિલિપિન્સના ટાપુ ઉપર ભીષણ આગ : એક હજાર ઘર ભસ્મીભૂત

Next Post

વ્યાજે આપેલા રૂપિયા વસૂલી લખી આપેલી જમીન વેચી દઈ ધમકી આપનાર ત્રણની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

May 8, 2026
અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો
આંતરરાષ્ટ્રીય

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

May 8, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

May 8, 2026
Next Post

વ્યાજે આપેલા રૂપિયા વસૂલી લખી આપેલી જમીન વેચી દઈ ધમકી આપનાર ત્રણની ધરપકડ

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની વિપુલ આવક - ભાવ ઘટી જતાં ખેડૂતો પરેશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.