આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે (19 જુલાઈ) જણાવ્યું હતું કે, રાજ્યમાં મુસ્લિમ વસ્તી દર 10 વર્ષે 30% વધી રહી છે. આવી સ્થિતિમાં આસામ વર્ષ 2041 સુધીમાં મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય બની જશે. આ વાસ્તવિકતા છે અને તેને કોઈ રોકી શકે તેમ નથી.
તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધી વસ્તી નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર બને તો તેના પર અંકુશ આવી શકે છે, કારણ કે મુસ્લિમ સમુદાય માત્ર તેમની વાત સાંભળે છે.આસામના CMએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વસ્તી વિષયક આંકડા અનુસાર, આસામની મુસ્લિમ વસ્તી વધીને 40 ટકા થઈ ગઈ છે. જ્યારે હિંદુ સમુદાયની વસ્તી દર 10 વર્ષે માત્ર 16 ટકા વધી રહી છે.
આસામ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ તરફ વધી રહી છે આગળ
ફેબ્રુઆરી 2023 માં જ્યારે આસામ સરકારે કહ્યું હતું કે, મુસ્લિમ મેરેજ એક્ટને રદ કરવામાં આવશે. ત્યારે રાજ્યમંત્રી મલ્લબારુઆએ કહ્યું કે મુખ્યમંત્રી, અમે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધી રહ્યા છીએ. આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.