ક્રાઉડસ્ટ્રાઇકના અપડેટથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.માઈક્રોસોફ્ટની ટીમ સાથે વિશ્વભરના શ્રેષ્ઠ એન્જિનિયરો આ તકનીકી સમસ્યાનું સમાધાન શોધવા માટે કામ કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટે આખરે વૈશ્વિક IT આઉટેજ પર હકારાત્મક અપડેટ શેર કર્યું છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે તેની 365 એપ્સ અને સેવાઓના આઉટેજનું મૂળ કારણ નક્કી કરવામાં આવ્યું છે.બ્લુ સ્ક્રીન ઓફ ડેથ સમસ્યા થોડા સમય માટે ચાલુ રહેશે.પરંતુ હાલમાં એવું લાગે છે કે સેવાઓને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં વધુ સમય લાગશે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ પોસ્ટ કર્યું, ‘ગઈકાલે ક્રાઉડસ્ટ્રાઈકે એક અપડેટ બહાર પાડ્યું જેણે વૈશ્વિક સ્તરે આઈટી સિસ્ટમ્સને અસર કરવાનું શરૂ કર્યું. અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને ગ્રાહકોને તેમની સિસ્ટમને સુરક્ષિત રીતે પાછી ઓનલાઈન લાવવા માટે ટેકનિકલ માર્ગદર્શન અને સમર્થન આપવા માટે ક્રાઉડસ્ટ્રાઇકઅને સમગ્ર ઉદ્યોગ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
ગ્લોબલ સાયબર સિક્યુરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઈકે કહ્યું કે તેણે તેના સોફ્ટવેરમાં ઓળખ કરી છે અને તેને ઉકેલવા માટે કામ કરી રહી છે તે તકનીકી સમસ્યાને કારણે આ સમસ્યા સર્જાઈ છે. વાસ્તવમાં ક્રાઉડસ્ટ્રાઇકમાઇક્રોસોફ્ટને તેના Windows ઉપકરણો માટે એન્ટીવાયરસ સોફ્ટવેર પ્રદાન કરે છે. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, “ક્રાઉડસ્ટ્રાઇક અપડેટને કારણે વૈશ્વિક સ્તરે બહુવિધ આઇટી સિસ્ટમો આઉટેજ થઈ ગઈ છે.”