Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે અને 30 જુલાઈ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને આજે ગુજરાતમાં પહોંચશે

dharmendravaghela by dharmendravaghela
2024-07-29 11:38:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગ દ્વારા હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી જોર હળવું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ નબળી પડતા વરસાદને બ્રેક લાગે તેવી શક્યતાઓ છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બે દિવસ એટલે કે, 29 અને 30 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ત્યાર બાદ બે દિવસના વિરામ પછી ફરી એક વખત 3થી 10 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. જેને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પાસે સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પહોંચશે. જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
બે દિવસ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાના, ડીસામાં પણ ભારે વરસાદની શક્યતા છે. તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ તથા ભરૂચમાં ભારે વરસાદ તો નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.

લુણાવાડામાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ : હાલોલ-શામળાજી સ્ટેટ હાઇવે પાણીમાં ગરકાવ

મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના લુણાવાડા, ખાનપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારે બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસવાના કારણે લુણાવાડા શહેરમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને બજારના મુખ્ય રસ્તાઓ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

Tags: gujaratRain Aagahi
Previous Post

મૃત્યુનોંધ 27-07-24

Next Post

ચાંદીપુરા વાઇરસમાં મૃત્યુઆંક 53 થયો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ચાંદીપુરા વાઇરસમાં મૃત્યુઆંક 53 થયો

ચાંદીપુરા વાઇરસમાં મૃત્યુઆંક 53 થયો

હિમાચલમાં વાદળ ફાટ્યું, શિમલામાં ભૂસ્ખલન : 80 રસ્તા બંધ

હિમાચલમાં વાદળ ફાટ્યું, શિમલામાં ભૂસ્ખલન : 80 રસ્તા બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.