ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બુધવારથી ફરીથી કેદારનાથ ધામની યાત્રા શરૂ થશે પરંતુ શ્રદ્ધાળુ માત્ર હૅલિકોપ્ટરથી જ મંદિર જઈ શકશે. ટિકિટ બુક કરાવી હશે અને હૃષિકેશ, હરિદ્વાર તથા રુદ્રપ્રયાગમાં હશે તેમને ભાડામાં 25% વળતર મળશે. સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધી 21 કિમી રૂટ પર અંદાજે 29 સ્પોટ પર રસ્તા તૂટી ગયા છે. સમારકામમાં હજી 15 દિવસ લાગશે. ત્યાં સુધી પગપાળા યાત્રા માર્ગ બંધ રહેશે.