31 જુલાઈએ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનિયાની હત્યા બાદ હમાસે વધુ એક ઈઝરાયેલના કટ્ટર દુશ્મનને પોતાનો વડા બનાવ્યો છે. હમાસે ગાઝાના નેતા યાહ્યા સિન્વરને તેના રાજકીય વડા તરીકે નિયુક્ત કર્યા છે. હમાસ તરફથી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
હમાસે કહ્યું છે કે ઈસ્લામિક પ્રતિકાર આંદોલન હમાસે તેના કમાન્ડર યાહ્યા સિનવારને આંદોલનના રાજકીય બ્યુરોના પ્રમુખ તરીકે ચૂંટવાની જાહેરાત કરી છે. યાહ્યા કમાન્ડર ઈસ્માઈલ હાનિયાનું સ્થાન લેશે. એજન્સીના જણાવ્યાનુસાર સિનવાર ઈઝરાયલની સાથે યુદ્ધ શરૂ થયા બાદથી ગાઝામાં જ છે. તેણે પોતાનું અધડું જીવન ઈઝરાયલની જેલોમાં વીતાવ્યું છે. હાનિયા બાદ એ સૌથી શક્તિશાળી હમાસ નેતા છે. તેનો જન્મ ગાઝાના ખાન યુનિસમાં એક શરણાર્થી કેમ્પમાં થયો હતો અને 2017માં તેને ગાઝામાં હમાસના લીડર બનાવાયા હતા. તે ઈઝરાયલના એક કટ્ટર શત્રુ તરીકે પણ ઓળખાય છે.