સરદાર સરોવર ડેમની જળસપાટી વધી ઉપરવાસ વરસાદના લીધે ડેમમાં નવા નીરની આવક નર્મદા ડેમની જળસપાટી પહેલીવાર 135.61 મીટર પર પહોંચીગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી આ સિઝનમાં પહેલીવાર 135.61 મીટર પર પહોંચી છે. નર્મદા નદીમાં ઉપરવાસમાંથી 2,73900 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3828.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ નર્મદા ડેમ 88 ટકા ભરાયો છે. હવે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર ત્રણ મીટર જેટલો જ દૂર છે. હાલ નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. તો બીજી બાજુ આ દરવાજા ખોલાતા આસપાસના તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
હાલ નર્મદા ડેમ 88 ટકા ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી થી માત્ર ત્રણ મીટર જ દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે. ડેમ દરવાજામાંથી 1,51976 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે આ ગામડાઓના તલાટી અને તાલુકના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે 25 ગામડાઓના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.