દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ? આ સવાલ અત્યારે સૌ કોઇની જબાન પર છે. દિલ્હીની રાજનીતિમાં પણ આ સવાલ ઘણો મોટો બની ગયો છે. ત્યારે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે હવે આતિશિ માર્લેનાના નામની જાહેરાત કરવામાં આવી છે.
જે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને વિધાનસભ્ય દળની બેઠક મળી હતી જેમા દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. અરવિંદ કેજરીવાલે બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ધારાસભ્યોએ મંજૂરી આપી દીધી હતી.
આ જાહેરાત પહેલા આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી બનવામાં રસ નથી. જોકે, હવે આતિશીનું નામ જાહેર થઇ ગયું છે. આતિશીએ દિલ્હીની શિક્ષણ નીતિ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આતિશીને કેજરીવાલ અને સિસોદિયા બંનેના વિશ્વાસુ માનવામાં આવે છે. લગભગ 18 વિભાગો સંભાળી રહેલા આતિશીને હવે વહીવટનો સારો અનુભવ છે. તે મીડિયાની સામે પાર્ટીનું સ્ટેન્ડ જોરદાર રીતે રજૂ કરી રહી છે. આતિશીને મુખ્યમંત્રી બનાવીને કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા અડધી વસ્તીને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.