Tuesday, July 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ જિલ્લા કલેકટરે માગી બિનશરતી માફી

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં યોગ્ય કાર્યવાહી કર્યા વગર ફરિયાદના નિર્દેશ અપાયા 65 વર્ષીય વૃદ્ધે 07 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું

dharmendravaghela by dharmendravaghela
2024-10-11 11:39:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં રહેતા એક વૃદ્ધે વર્ષ 2023 માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેને કોઈની જમીન ઉપર અનઅધિકૃત કબજો કર્યો ન હોવા છતાં અમદાવાદ જિલ્લા કલેકટર ઓફિસના નિર્દેશથી તેની સામે નારોલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે તેને 07 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. અરજદાર કહ્યું હતું કે તેને કોઈની જમીન ઉપર ગેરકાનૂની કબજો કરેલ નથી. ખરેખરમાં વર્ષ 1975 થી તેઓનો ભાડા કરાર દ્વારા પ્રોપર્ટી ઉપર કબજો છે.
ભાડા કરારમાં તેના રિન્યુઅલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ભાડું પણ સમયસર ચૂકવવામાં આવતું હતું. બેન્ક સ્ટેટમેન્ટમાં પણ તેની એન્ટ્રી બતાવે છે. જિલ્લા કલેકટરની લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ પણ આ હકીકત મૂકવામાં આવી હતી. કેમ છતાં તેને અવગણીને ફરિયાદ નોંધવામાં આવી છે. 65 વર્ષના અરજદારને જેને લીધે સાત દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. અરજદારે આ સંદર્ભે સિવિલ સૂટ પણ વર્ષ 2023 માં દાખલ કર્યો હતો. જેમાં સિવિલ કોર્ટે જે છે તે પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો. આ જમીન 50 વર્ષથી અરજદારના કબજામાં છે.
હકીકતો જાણીને હાઇકોર્ટે કલેકટરને સોગંદનામુ અને ઓરીજનલ રેકોર્ડ કોર્ટ સમક્ષ મુકવા આદેશ કર્યો હતો. તેમજ નારોલ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ સંદર્ભે કાનૂની કાર્યવાહી ઉપર સ્ટે આપ્યો હતો. હાઇકોર્ટને જણાવ્યું હતું કે યોગ્ય ચકાસણી વગર જ અરજદાર સામે ફરિયાદ નોંધવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. વળી જિલ્લા કલેકટર દ્વારા અપાયેલો જવાબ પણ અસ્પષ્ટ હતો. આથી હાઇકોર્ટે નોંધ્યું હતું કે જિલ્લા કલેકટર પાસે અસ્પષ્ટ જવાબની આશા રાખવામાં આવતી નથી. આ કમિટીમાં કોણ કોણ છે, કમિટીની રચના કેવી રીતે કરાય છે તેમજ કલેકટર ઓફિસમાંથી એક અધિકારીને હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે નોધ્યું હતું કે કમિટીએ કેઝ્યુઅલ રીતે નિર્ણય લઈને અરજદાર સામે ફરિયાદ નોંધવા નિર્દેશ આપ્યા હતા. જેને અરજદારની સ્વતંત્રતાનો ભંગ કર્યો હતો. જ્યારે લેન્ડ ગ્રેબિગ અંતર્ગત ફરિયાદ થઈ ત્યારે તેની પૂરતી તપાસ થવી જોઈતી હતી. હાઇકોર્ટે ભૂલ કરનાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા નિર્દેશ આપ્યા હતા. કલેકટરે પોતાની વ્યક્તિગત એફિડેવિટ ફાઇલ કરીને બિનશરતી માફી માંગી હતી. તેમજ આ કેસમાં કમિટી દ્વારા ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. કોર્ટે કલેકટરની માફીનો સ્વીકાર કર્યો હતો. પરંતુ કલેક્ટર ઓફિસને અરજદારને વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.

Tags: jilla collector ahmedabadmafi
Previous Post

ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચ વરસાદ

Next Post

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ઝટકો: કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ મેચ ગુમાવી શકે છે

dharmendravaghela

dharmendravaghela

Related News

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ
પ્રાદેશિક

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

July 27, 2026
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
પ્રાદેશિક

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

July 27, 2026
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
Next Post
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ઝટકો: કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ મેચ ગુમાવી શકે છે

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ઝટકો: કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ મેચ ગુમાવી શકે છે

નમકીનના પેકેટમાંથી ઝડપાયો 2000 કરોડનું કોકેઈન

નમકીનના પેકેટમાંથી ઝડપાયો 2000 કરોડનું કોકેઈન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.