ભરૂચમાં રવિવારની સાંજે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટીંગ શરૂ કરી હતી.જેમાં પાલેજના પાદરિયા ગામની સીમમાં વરસતા વરસાદમાં ભીંજાવાથી બચવા લોકો વડના ઝાડ નીચે ઉભા રહી ગયા હતા.આ સમયે અચાનક વીજળી પડતા જ ઝાડ નીચે ઉભેલા લોકો અંદાજીત આઠ જેટલા લોકો ત્યાં ઢળી પડ્યા હતા.જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જયારે અન્ય બે લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
ગાજ વીજ સાથે વરસી રહેલા વરસાદ સાથે અચાનક વીજળી પડતા જ ઝાડ નીચે ઉભેલા લોકો નીચે ઢળી પડ્યા હતાં.જેમાંથી ત્રણ લોકો થોડા સમય બાદ હોશમાં આવી ગયા હતા જ્યારે ત્રણ લોકો નહિ ઉઠતાં તેઓને તાત્કાલિક બસારવાર હેઠળ પાલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે હબીબ અકબરભાઈ મલેક અને તેમનો પુત્ર શકીલ હબીબભાઈ મલેક અને ત્રીજા મનીષ સુરેશ ભાઈ વસાવાને મૃત જાહેર કર્યા હતા.જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. આ ઘટનાની જાણ થતાં જ પાલેજ પીઆઈ આર. એમ વસાવા પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.