વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ ની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર વકફ સંપત્તિ હડપ કરવાનો આરોપ લાગ્યો હતો આનાથી નારાજ વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમજ સ્પીકરને પત્ર લખીને સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલના હટાવવાની માગ કરી હતી. તેમજ સ્પીકરને મળવા માટે સમય માંગ્યો હતો.
વિપક્ષી સાંસદોએ આક્ષેપ કર્યો છે કે સમિતિની કાર્યવાહી નિર્ધારિત નિયમો મુજબ ચલાવવામાં આવી રહી નથી. કર્ણાટક અલ્પસંખ્યક આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અનવર મણિપ્પડીએ એક પ્રેઝન્ટેશન આપ્યું હતું, પરંતુ તે બિલ સાથે સંબંધિત નથી, પરંતુ કર્ણાટક સરકાર અને કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેને બદનામ કરવા માટે હતું. તેમની રજૂઆતમાં અનવરે ખડગે પર વકફ મિલકત હડપ કરવાનો આરોપ મૂક્યો હતો, જેનો વિરોધ વિપક્ષી સાંસદોએ વિરોધ કર્યો હતો. હકીકતમાં, માર્ચ 2012માં વકફના 2.3 લાખ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવનારી મણિપ્પડી સમિતિએ તેનો રિપોર્ટ તત્કાલિન સીએમ સદાનંદ ગૌડાને આપ્યો હતો.
તે જ સમયે, કેરળ વિધાનસભાએ સોમવારે બિલ વિરુદ્ધ સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો અને કેન્દ્ર સરકારને તેને પાછું ખેંચવા વિનંતી કરી. વકફ (સુધારા) બિલ 8 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને વિપક્ષના વાંધાઓ વચ્ચે JPCને સંદર્ભિત કરવામાં આવ્યું હતું. સમિતિએ આગામી સંસદ સત્રના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં લોકસભામાં પોતાનો અહેવાલ સુપરત કરવાનો છે.