હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. તેમજ તા. 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાનાં કારણે ગરમી ઘટશે.
ઉત્તર ગુજરાતનાં ભાગોમાં આજથી ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ઘઉંનાં પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહી. હાલની વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીનાં કારણે ઉત્પાદન ઘટી શકે છે.