બિહારના દરભંગામાં શુક્રવારે બાજીતપુરમાં એક મસ્જિદ પાસે રામ વિવાહની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી ભારે હોબાળો થયો હતો. વિવાહ પંચમી નિમિત્તે તરૌની ગામમાંથી યોજવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન બંને પક્ષો તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે જ્યાંથી વિવાહ પંચમીની શોભાયાત્રા નીકળવાની હતી તે શેરીમાં માત્ર પથ્થરો જ દેખાતા હતા.
મળતી માહિતી મુજબ શોભાયાત્રા બાજીતપુરમાં એક મસ્જિદ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અન્ય સમુદાયના લોકોએ પહેલા શોભાયાત્રાને અટકાવી અને પછી લાકડીઓ વડે હુમલો કરવાનું શરૂ કર્યું. આ પછી બંને પક્ષો સામસામે આવી ગયા અને બંને પક્ષો તરફથી પથ્થરમારો થયો. માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મોટી સંખ્યામાં પોલીસ હજી પણ સ્થળ પર હાજર છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ આ વિસ્તારમાં પડાવ નાખી રહ્યા છે. પોલીસ હવે પથ્થરબાજોને ઓળખવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ આ વિસ્તારમાં પડાવ નાખી રહ્યા છે. બંને પક્ષે વાત થઈ રહી છે.
પૂર્ણિયામાં છઠ ઘાટ પર તોડફોડ, 5 સગીરો સહિત 6ની ધરપકડ
પૂર્ણિયામાં છઠ પર્વ દરમિયાન અર્ધ્ય બાદ કેટલાક અસામાજિક તત્વોએ છઠ ઘાટમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન ઘાટ પર કેળાના પાનથી બનાવેલ માંડવો તોડી નાંખ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં 5 સગીરોનો પણ સમાવેશ થાય છે.