Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્ય સરકારે કરી A.I ટાસ્કફોર્સની રચના

રાજ્યની યોજનાઓના અમલીકરણમાં કરાશે AIનો ઉપયોગ : સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટાસ્ક ફોર્સની રચના, અન્ય 10 સભ્યોની ટાસ્ક ફોર્સમાં 5 સભ્યો વિષય નિષ્ણાત રહેશે

dharmendravaghela by dharmendravaghela
2024-12-17 11:35:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાના વિઝનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત રાજ્ય સરકારની તાજેતરની વાર્ષિક ચિંતન શિબિરમાં સોમનાથ ખાતે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે ‘જે કહેવું તે કરવું’ની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તેનું તાદશ્ય ઉદાહરણ મુખ્યમંત્રીની તાજેતરની જ આ જાહેરાતને પગલે રાજ્ય સરકારે A.I. ટાસ્કફોર્સની રચનાથી પૂરું પાડ્યું છે.
નાગરિકોને યોજનાઓ, સેવા-સુવિધાઓનો લાભ અસરકારક રીતે અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ઝડપથી મળી રહે તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો વિનિયોગ એ હાલના સમયની માંગ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ દિશામાં આગળ વધતા ગિફ્ટ સિટીમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે તાજેતરમાં માઈક્રોસોફ્ટ સાથે MOU કરેલા છે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીઓ વિવિધ ક્ષેત્રોના પાયલોટ પ્રોજેક્ટ્સ, સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર નાગરિકોને અસરકારક, સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીકલ પ્રગતિને વેગ આપી સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પ્રદાન કરશે. રાજ્ય સરકારની સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબીરમાં મુખ્યમંત્રીએ સુશાસનની વ્યાપકતાથી સોશિયલ ચેલેન્જીસના ઉપાયો માટે A.I.નો હોલીસ્ટિક એપ્રોચ સાથે વ્યૂહાત્મક ટેકનોલોજી તરીકે ઉપયોગ કરીને નિર્ણય પ્રક્રિયામાં ગતિ અને પારદર્શીતા લાવવા સાથે સેચ્યુરેશન એપ્રોચ પાર પાડવામાં A.Iનો ઉપયોગ ઉપકારક બને તેવી આપેલી પ્રેરણાને પગલે હવે આ A.I. ટાસ્કફોર્સની રચના કરી છે.
ટાસ્કફોર્સના સભ્યોમાં વરિષ્ઠ તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો


રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ આ ટાસ્ફોર્સના અધ્યક્ષ તરીકે તેમજ સભ્યસચિવ તરીકે ICT અને ઈ-ગવર્નન્સના નાયબ નિયામક સેવાઓ આપશે. પ્રારંભિક તબક્કે એક વર્ષના સમયગાળા માટે રચાયેલા આ ટાસ્કફોર્સની વાર્ષિક સમીક્ષા કરીને તેના સ્કોપ ઓફ વર્ક અને ફંક્શનીંગ વધુ સમય માટે લંબાવવા સાથે યોગ્ય સુધારાઓ પણ કરાશે. આ ટાસ્કફોર્સના સભ્યોમાં ICT અને ઈ-ગવર્નન્સના ડિરેક્ટર, IIT ગાંધીનગરના ડિરેક્ટર અને IIITના ડિરેક્ટર ઉપરાંત ઇન્ડિયા A.I. મિશનના વરિષ્ઠ તજજ્ઞ તેમજ NIC, C-DAC, NVIDIA તથા ISPRITના વરિષ્ઠ તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Tags: ai task forcegujarat
Previous Post

‘વાહ તાજ’ માર્કેટિંગ કંપનીઓના ફંડા બદલી નાખ્યા હતા ઝાકિર હુસૈને,

Next Post

20 જાન્યુઆરીએ શપથ લે તે પહેલાં ટ્રમ્પને ઝટકો : કોર્ટે હશ મની કેસમાં ટ્રમ્પની સજા યથાવત્ રાખી

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
20 જાન્યુઆરીએ શપથ લે તે પહેલાં ટ્રમ્પને ઝટકો : કોર્ટે હશ મની કેસમાં ટ્રમ્પની સજા યથાવત્ રાખી

20 જાન્યુઆરીએ શપથ લે તે પહેલાં ટ્રમ્પને ઝટકો : કોર્ટે હશ મની કેસમાં ટ્રમ્પની સજા યથાવત્ રાખી

ત્રાપજ નજીક લકઝરી બસ અને ડમ્પર અકસ્માતમાં ૬ના મોત – ૨૦થી વધુને ઇજા

ત્રાપજ નજીક લકઝરી બસ અને ડમ્પર અકસ્માતમાં ૬ના મોત - ૨૦થી વધુને ઇજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.