Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકસભામાં વન નેશન-વન ઇલેક્શન બિલ રજુ

સપા અને કોંગ્રેસના સાંસદોએ કર્યો વિરોધ :સરકાર સર્વસંમતિ સાધવા માંગે છે, તેથી બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવે તેવી શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2024-12-17 13:01:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદના શિયાળુ સત્રનો મંગળવારે (17 ડિસેમ્બર) 17મો દિવસ છે. વન નેશન-વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું.મેઘવાલે કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત ત્રણ કાયદાઓમાં સંશોધનનું બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ- 1963, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી- 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ- 2019નો સમાવેશ થાય છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધારા પણ કરી શકાય છે.
બિલની રજૂઆત પહેલા કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું હતું કે સ્વતંત્રતા બાદથી ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભાની 400થી વધુ ચૂંટણીઓ કરાવી છે. હવે અમે એક દેશ, એક ચૂંટણીનો કોન્સેપ્ટ લાવવા જઈ રહ્યા છીએ. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ તેનો રોડમેપ તૈયાર કર્યો છે. આનાથી વહીવટી કાર્યક્ષમતા વધશે, ચૂંટણી સંબંધિત ખર્ચમાં ઘટાડો થશે અને નીતિની સાતત્યતાને પ્રોત્સાહન મળશે.
એક દેશ-એક ચૂંટણી પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ લગભગ 191 દિવસ સુધી હિતધારકો અને એક્સપર્ટસ્ સાથે ચર્ચા કર્યા પછી, 14 માર્ચ, 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અહેવાલ સુપરત કર્યો. એક દેશ-એક ચૂંટણીનો અમલ કરવા માટે બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 1 નવી કલમ ઉમેરવા અને 3 કલમોમાં સુધારો કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર આ મુદ્દે સર્વસંમતિ સાધવા માંગે છે, તેથી બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્યસભામાં બીજા દિવસે પણ બંધારણ પર વિશેષ ચર્ચા ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ચર્ચાનો જવાબ આપી શકે છે. આ પહેલા પીએમએ 14 ડિસેમ્બરે લોકસભામાં બંધારણ પર વિશેષ ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચા દરમિયાન તેમણે કોંગ્રેસને બંધારણનો શિકાર કરનારી પાર્ટી ગણાવી હતી.

Tags: indialoksabhaone nation one election bill
Previous Post

બોગસ ડૉક્યુમેન્ટના આધારે PMJAY કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ : 6 ની અટકાયત

Next Post

ભાવનગરના ગઢેચી નદીકાંઠા વિસ્તારના રહીશોને નોટિસ મામલે કોંગ્રેસ દ્વારા આવેદન

dharmendravaghela

dharmendravaghela

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
ભાવનગરના ગઢેચી નદીકાંઠા વિસ્તારના રહીશોને નોટિસ મામલે કોંગ્રેસ દ્વારા આવેદન

ભાવનગરના ગઢેચી નદીકાંઠા વિસ્તારના રહીશોને નોટિસ મામલે કોંગ્રેસ દ્વારા આવેદન

મૃત્યુનોંધ 17-12-24

મૃત્યુનોંધ 17-12-24

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.