નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સવારે લગભગ 4 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં ધરતીની નીચે 10 કિમી ઊંડાઈમાં હતું.
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) અને યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ આ ભૂકંપની પુષ્ટિ કરી છે. જો કે, આ વખતે ભૂકંપના કારણે જાનમાલનું કોઈ નુકસાન થયું નથી, પરંતુ 2023માં નેપાળમાં આવી જ ઘટના દરમિયાન 70થી વધુ લોકોના જીવ ગયા હતા, જેથી લોકોમાં ડરનો માહોલ છે.