દક્ષિણ ઈથોપિયામાં નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 66 લોકોના મૃત્યુ નિપજ્યા હતા એક કાર અને મુસાફરોથી ભરેલી બસ વચ્ચે ટક્કર સર્જાયા બાદ બંને વાહનો કેનાલમાં ખાબકી હતી. લોકોએ બચાવ કામગીરી હાથ ધરીને કેનાલમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 66 લોકોના મોત થઈ ચૂક્યા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
અહેવાલો અનુસાર, દક્ષિણ ઈથોપિયાના અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દૂર સિદામા રાજ્યમાં બોના ઝુરિયા વોર્ડાના ગેલમાં આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના અંગે સિદામા રીજનલ હોસ્થ બ્યુરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અકસ્માતની પુષ્ટિ કરી હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આફ્રિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ઈથોપિયામાં માર્ગ અકસ્માતો સામાન્ય છે.