જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. પરિવાર ઠંડીથી બચવા માટે ઈલેક્ટ્રીક બ્લોઅર ચાલુ કરીને સૂઈ ગયો હતો, પરંતુ ગૂંગળામણને કારણે પાંચેયના મોત થયા હતા. સવારે જ્યારે પરિવાર ન જાગ્યો ત્યારે પડોશીઓને કંઈક અઘટિત થવાની આશંકા હતી.
તેમણે પોલીસને ફોન કરીને મામલાની જાણકારી આપી. જ્યારે પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમને એક પુરુષ, મહિલા અને તેમના ત્રણ બાળકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા. પોલીસ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા. આ ઘટના શ્રીનગરના પંડરેથાન વિસ્તારના શેખ મોહલ્લામાં બની હતી. મૃતક ભાડાના મકાનમાં રહેતો હતો. રાજ્યના CM ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.