Tuesday, February 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાગેડુઓને ઝડપવા અમિત શાહ લોન્ચ કરશે ‘ભારતપોલ’

ઈન્ટરપોલની જેમ જ ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાનો માર્ગ મોકળો

dharmendravaghela by dharmendravaghela
2025-01-07 11:44:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જે ગુનેગારો ભારતમાં ગુના કરીને વિદેશ ભાગી જતા અથવા વિદેશમાં બેસીને ભારતમાં ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે તેવા ગુનેગારો સામે હવે રાજ્યોની પોલીસને પણ ઈન્ટરપોલ જેવું શક્તિશાળી હથિયાર મળશે. હકીકતમાં ગૃહ મંત્રાલય ભારતમાં ‘ભારતપોલ’ શરૂ કરવા જઈ રહ્યું છે. જે ઈન્ટરપોલની જેમ જ ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાનો માર્ગ મોકળો કરશે. 7 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે.
‘ભારતપોલ’ નો ઉદ્દેશ્ય માત્ર ગુનેગારોને પકડવાનો જ નથી પરંતુ તેમની સામે સમયસર કાર્યવાહી કરવી અને ગુનાઓને જડમૂળથી નાબૂદ કરવાનો છે. આ એક એડવાન્સ ઓનલાઈન પોર્ટલ છે. જે સીબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેનું ટ્રાયલ પૂરું થઇ ચોક્યું છે. હવે ફક્ત તેની ઔપચારિક શરૂઆત થવાની બાકી છે.
ભારતમાં રાજ્યોની પોલીસ અને તપાસ એજન્સીઓને માહિતી મેળવવા અથવા વિદેશમાં છુપાયેલા ગુનેગારોને પકડવા માટે વારંવાર ઇન્ટરપોલનો આશરો લેવો પડે છે. હાલની પ્રક્રિયામાં રાજ્ય સરકારે પહેલા સીબીઆઈનો સંપર્ક કરવો પડે છે. ત્યારબાદ સીબીઆઈ ઈન્ટરપોલનો સંપર્ક કરે છે અને જરૂરી નોટિસ જારી કરવાની માંગ કરે છે. આ સમગ્ર પ્રક્રિયા માત્ર જટિલ જ નથી પરંતુ ઘણો સમય પણ લઇ લે છે. આ સમસ્યાના ઉકેલ માટે ‘ભારતપોલ’ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી ગુનેગારો સામે રેડ નોટિસ, ડિફ્યુઝન નોટિસ અને અન્ય જરૂરી ઇન્ટરપોલ નોટિસ જારી કરવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. હાલમાં જો રાજ્યોએ પોતાની વિનંતીઓને ટ્રૅક કરવા માંગતા હોય તો રાજ્યોએ CBIને ફરીથી ઇમેઇલ અથવા ફેક્સ કરવો પડે છે. પરંતુ હવે પોલીસ સીધી ‘ભારતપોલ’ પર તેમની વિનંતીને ટ્રૅક કરી શકશે.
‘ભારતપોલ’ હવે નોટિસ જરી કરશે? ના, ઈન્ટરપોલ દ્વારા જ નોટિસ જારી કરવામાં આવશે. જ્યારે ગુનેગારની માહિતી અથવા તો તેના લોકેશનની માહિતી જોઈતી હોય તો પોલીસ ‘ભારતપોલ’ દ્વારા સીધી ઇન્ટરપોલને વિનંતી મોકલી શકશે. જો ઇન્ટરપોલ તે વિનંતીનો સ્વીકારે કરે છે. તો પછી સંબંધિત ગુનેગાર સામે રેડ નોટિસ, ડિફ્યુઝન નોટિસ અથવા અન્ય પ્રકારની નોટિસ જારી કરવામાં આવશે. ‘ભારતપોલ’ નો ઉદ્દેશ્ય ઇન્ટરપોલ સાથેનો વ્યવહાર ઝડપી બનાવવાનો છે.

Tags: amit shah launch bharatpolcbiindia
Previous Post

ચીનમાં આવેલાં 7.1 તીવ્રતાનાં ભૂકંપમાં 53નાં મોત : 60 ઘાયલ

Next Post

ઉત્તર ભારતમાં હિમ પ્રકોપ : પર્વતીય રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા ઠળિયા ગામ નજીક અકસ્માત, પતિ પત્નીનું મોત

February 6, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ટ્રમ્પનું MEGA બાદ હવે વિદેશી હસ્તક્ષેપ રોકવા નવું SAVE સૂત્ર

February 6, 2026
Next Post
અમેરિકામાં બોમ્બ સાઇક્લોને મચાવી તબાહી

ઉત્તર ભારતમાં હિમ પ્રકોપ : પર્વતીય રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો

ઉત્તરપ્રદેશમાં હેડ કોન્સ્ટેબલનું અજીબ પરાક્રમ, કોર્ટમાં રજૂ કરી નકલી નોટ

ઉત્તરપ્રદેશમાં હેડ કોન્સ્ટેબલનું અજીબ પરાક્રમ, કોર્ટમાં રજૂ કરી નકલી નોટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.