બાળકોથી લઈને યુવાનો અને વડીલોએ મંગળવારે ઉત્સાહ ભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી જેમાં દિવસભર પતંગ રસિકોને પવનનો પણ સારો સાથ મળ્યો મળ્યો હતો. દિવસભર પતંગ ચગાવ્યા બાદ પતંગ રસિકોએ સને આતશબાજી કરીને ઉત્તરાયણની ઉજવણી પુરી કરી હતી.
સૂર્યના મકર રાશિમાં પ્રવેશ ને મકરસંક્રાંતિ, ઉત્તરાયણ તરીકે ઉજવાય છે. આ દિવસે દાન પુણ્ય સાથે પતંગ ચગાવાય છે. બાળકોથી માંડીને યુવાનો અને વડીલોના પ્રિય ગણાતા એવા ઉત્તરાયણ પર્વની લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પતંગ રસિકો સવારથી ધાબા ઉપર ચડી ગયા હતા અને મ્યુઝિક, મસ્તી સાથે પતંગનો આનંદ માન્યો હતો જયારે બપોરના સમયેતો કેટલાક પરિવારોએ ઊંધિયું, પુરી સાથે ધાબા ઉપરજ બપોરના ભોજનનો આનંદ માન્યો હતો.. તો શેરડી સાથે ચીકી અને લાડુ પણ આરોગ્ય હતા. દિવસભર કાયપો છે ના નારા સાથે પતંગની મોજ મણિ હતી તો આ વખતે પતંગ રસિયાઓને પવનનો સારો સાથ મળ્યો હતો અને ઠુમકા મારવા પડ્યા ના હતા. સાંજ પડતાજ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં લોકોએ પોતાના ધાબા પરથીજ ફટાકડાની આતશબાજી પણ કરી હતી.