ભાવનગર સહરમાં છેલ્લા ચારેક દિવસથી ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ સ્થિર થઇ જવા પામ્યું છે જયારે લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડી હૉય તેમ ગઈકાલે ઉત્તરાયણના દિવસે સવારથીજ સુસવાટા મારતો પવન ફુંકાયો હતો પરિણામેં મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો અને ગઈકાલે મંગળવારે મહત્તમ તાપમાન 24,9 ડિગ્રી રહ્યું હતું જે વર્તમાન શિયાળાની સીઝનનું સૌથી ઓછું તાપમાન નોંધ્યું છે.
સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેરમાં છેલ્લા ચારેક દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે તેમાંયે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલ કે ઉત્તરાયણના દિવસે 15થી 20 કિમિની ઝડપે પવન ફુંકાશે તે આગાહી સાચી પડતા ઉત્તરાયણના દિવસે સવારથીજ સુસવાટા મારતા ટાઢાબોળ પવન શરુ થયેલ જે દિવસભર શરુ રહેતા આખો દિવસ ઠંડીનો માહોલ છવાયેલો રહ્યો હતો. પરિણામે મહત્તમ તાપમાંન પણ 24.9 ડિગ્રીએ અટકી જવા પામ્યું હતું વર્તમાન શિયાળાની સીઝનનું આ સૌથી ઓછું તાપમાન નોંધ્યું હતું.
ઉત્તરાયણના દિવસે સરેરાશ 14 કી.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો અને ભેજનું પ્રમાણ 68% રહ્યું હતું જયારે લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું હતું. આમ દિવસભર ફુંકાયેલા ટાઢાબોળ પવનના કારણે પતંગ રસિકો ધાબાપર પણ ઠુંઠવાયા હતા. મંગળવારે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં માત્ર 9.5 ડિગ્રીનો તફાવત રહ્યો હતો.