Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાર્ટીમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરો : શશિ થરૂર નારાજ

થરૂરને લાગે છે પાર્ટીમાં યોગ્ય સન્માન નથી મળતું

dharmendravaghela by dharmendravaghela
2025-02-22 12:01:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શશિ થરૂરને સમજવું મુશ્કેલ બની રહ્યું છે. પીએમ મોદીના વખાણ કર્યા બાદ શશિ થરૂરે હવે રાહુલ ગાંધી

પર નિશાન સાધ્યું છે. એવું લાગે છે કે કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે કોઈ તાલમેલ નથી. કોંગ્રેસના

સાંસદ શશિ થરૂરની સાથે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ નરમ વલણ અપનાવવા તૈયાર નથી.
થરૂરના વલણથી એવું લાગે છે કે તેઓ કોઈ મોટો ધડાકો કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસે પોતાની પાર્ટીના

સાંસદ શશિ થરૂર પ્રત્યેના પોતાના વલણમાં કોઈ સુગમતા દર્શાવી નથી. થરૂર સાથેની વાતચીત છતાં

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની કોઈ ફરિયાદ કે સૂચનોનો જવાબ આપ્યો ન હતો.
તાજેતરમાં પીએમ મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. એવામાં શશિ થરૂરે પીએમ મોદીની યુએસ

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત જેવા મુદ્દાઓ પર પાર્ટીના વલણથી અલગ અભિપ્રાય આપ્યો હતો.

જેના કારણથી કોંગ્રેસ હાઈકમાન્ડ શશિ થરૂરથી નારાજ છે. એટલું જ નહીં, તાજેતરમાં જ શશિ થરૂરે એક

લેખમાં એલડીએફ સરકાર હેઠળના ઔદ્યોગિક વિકાસના વખાણ કર્યા હતા, જેણે કેરળમાં પાર્ટીની અંદર

ખળભળાટ મચી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હવે થરૂર પ્રત્યે નરમ વલણ અપનાવવા તૈયાર નથી. શશિ થરૂરે

રાહુલ ગાંધીને પાર્ટીમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા કહ્યું હતું. થોડા દિવસો પહેલા દિલ્હીમાં યોજાયેલી

બેઠક દરમિયાન થરૂરે પાર્ટીમાં અવગણના થવા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા

અનુસાર, રાહુલ ગાંધીએ આ અંગે કોઈ નક્કર પ્રતિબદ્ધતા નથી આપી, જેના કારણે થરૂર વધુ અસંતુષ્ટ

થઈ ગયા.
માહિતી એ પણ સામે આવી છે કે થરૂર એવું માને છે કે તેમને પાર્ટીમાં યોગ્ય સન્માન નથી મળતું

હોવાથી તેમણે પાર્ટી લાઈન છોડવાનું મન બનાવી લીધું છે. રાહુલ ગાંધી સાથેની તેમની મુલાકાત

દરમિયાન થરૂરે પોતાનો અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો કે તેમને ‘ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસ’ના

પદ પરથી હટાવવામાં આવ્યા હતા, જે તેમણે પોતે રચી હતી. થરૂર એ વાતથી પણ નારાજ છે કે રાહુલ

ગાંધી દ્વારા વાતચીતમાં કોઈ નક્કર ખાતરી આપવામાં આવી નથી. જોકે થરૂરે કોંગ્રેસની યુવા વિંગની

જવાબદારી લેવાનો સંકેત આપ્યો હતો, પરંતુ રાહુલ ગાંધી આ પ્રસ્તાવ સ્વીકારવા પણ તૈયાર ન હતા.

Tags: Congressindiashashi tharur
Previous Post

છાવાએ ધૂમ મચાવી છે, પીએમ મોદીએ કરી પ્રશંસા

Next Post

મહાકુંભમાં મહાશિવરાત્રીના અંતિમ સ્નાનની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
પ્રયાગરાજ મહાકુંભના 25 દિવસ, 40 કરોડ ભક્તોએ સ્નાન કર્યું

મહાકુંભમાં મહાશિવરાત્રીના અંતિમ સ્નાનની તૈયારી

રાજકોટમાં સર્વજ્ઞાતિય સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનાં નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો ફરાર

રાજકોટમાં સર્વજ્ઞાતિય સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનાં નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો ફરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.