Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ટેરર : વોલસ્ટ્રીટમાં કડાકો, 4 ટ્રિલિયન ડોલર ડૂબ્યા

ડાઉ જોન્સ - નાસ્ડેકમાં 2022 પછીનું સૌથી મોટુ ગાબડુ : મસ્કની કંપની ટેસ્લાના શેરમાં 15.4 ટકાનો કડાકો

dharmendravaghela by dharmendravaghela
2025-03-11 12:07:48
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ટ્રમ્પ શાસન બાદ શરૂ થયેલા ટે્રડવોરથી વિશ્વભરનાં શેરબજારોમાં મંદીનો હાહાકાર છે ખુદ અમેરીકા પણ તેની ઝપટમાં આવી ગયુ હોય તેમ અમેરિકન ઈન્વેસ્ટરોનાં 4 ટ્રીલીયન ડોલર ડુબી ગયા છે. અમેરિકામાં મંદીના ભણકારા લાગવા લાગતા વોલ સ્ટ્રીટમાં ગઈરાત્રે આક્રમક વેચવાલી વચ્ચે મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. નાસ્ડેકમાં 4 ટકાનો કડાકો હતો જે સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી મોટો હતો.
ડાઉજોન્સ 900 પોઈન્ટ પટકાયો હતો 2022 પછીનો તે સૌથી ખરાબ દિવસ બન્યો હતો.એસ એન્ડ પી 500 ઈન્ડેકસ 2.7 ટકા તૂટતા ફેબ્રુઆરીનાં સર્વોચ્ચ સ્તરથી 8 ટકા નીચે આવી ગયો છે.વેચવાલીનાં પ્રચંડ ટેકનોલોજી સહીત તમામ ક્ષેત્રોનાં શેરોમાં ગાબડા પડયા દુનિયાના સૌથી ધનવાન એલન મસ્કની કંપની ટેસ્લાના શેરમાં 15.4 ટકાનો કડાકો હતો એનવિડીયાનો શે 5 ટકા તૂટયો હતો મોટા, એમેઝોન, આલ્ફાબેટ સહીતની કંપનીઓનાં શેરોમાં પણ ગાબડા હતા,
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશનું અર્થતંત્ર પરિવર્તનના તબકકામાં હોવાનું વિધાન કરતાં જોરદાર ગભરાટ સર્જાયો હતો. મેકસીકો કેનેડા તથા ચીન સાથે ટ્રેડવોર અને ભારત સહીતનાં રાષ્ટ્રો સાથે આગામી મહિનાથી તે શરૂ થવાનું હોવાથી અર્થતંત્ર પર સંભવીત અસરનો ગભરાટ વધી રહ્યો છે. ટ્રમ્પે વેપાર નીતિનો બચાવ કરતા એમ ક્હયું હતું કે સરકાર પોતાની સંપતી પાછી લાવી રહી છે. જોકે અર્થશાસ્ત્રીઓ ટ્રેડવોરની સ્થિતિ સામે ચેતવણી આપી રહ્યા છે. ટ્રમ્પ જે રીતે ટેરિફના દર લાગુ કરે છે તેનાથી મોંઘવારી ભડકશે અને વિકાસદર ધીમો પડવાની શંકા છે.ટેરિફ વોર-આર્થિક નીતિને કારણે સંભવિત આર્થિક સ્લોડાઉનનો ઈન્કાર કરવાનું નકારતા ગભરાટ સર્જાયો હતો. આ નીતિ અર્થતંત્ર પર ખરાબ પ્રત્યાઘાત સર્જી શકે તેમ હોવાની ચિંતા વ્યકત થવા લાગી હતી. વ્હાઈટ હાઉસે પણ ટ્રમ્પનાં ટેરીફ, છટણી, રોકાણ જેવા નિર્ણયોનો બચાવ કર્યો હતો અને આ નીતિ ચાલુ જ રહેવાનું જાહેર કર્યું હતું.

Tags: dow jones indexdownUSA
Previous Post

કોંગોમાં બોટ નદીમાં પલટી જવાથી 25 જેટલા ખેલાડીઓના ડૂબી જતા મોત

Next Post

ઘાંઘળી ગામની વૃધ્ધાની હત્યા અંગે સિહોર પોલીસે એક શખ્સની ધરપકડ કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઘાંઘળી ગામની વૃધ્ધાની હત્યા અંગે સિહોર પોલીસે એક શખ્સની ધરપકડ કરી

ઘાંઘળી ગામની વૃધ્ધાની હત્યા અંગે સિહોર પોલીસે એક શખ્સની ધરપકડ કરી

દરિયામાં માછીમારી કરવા ગયેલો ઘોઘાનો માછીમાર પરત ન આવતા પરિવારજનોમાં ચિંતા

દરિયામાં માછીમારી કરવા ગયેલો ઘોઘાનો માછીમાર પરત ન આવતા પરિવારજનોમાં ચિંતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.