માત્ર 8 દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ગયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ મિલ્મોરની 9 મહિના બાદ ઘરવાપસી થઈ હતી. ઇલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગસ સ્પેસક્રાફ્ટ ઈન્ટરનેશનનલ સ્પેસક્રાફ્ટથી અનડોક થયા બાદ બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરાણ કર્યું હતું. આ લેન્ડિંગ સાથે ઐતિહાસિક મિશન પૂર્ણ થયું હતુ. સુનિતા વિલિયમ્સ પરત આવતાં માત્ર અમેરિકામાં જ નહીં ભારત સહિત સમગ્ર વિશ્વમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગામના લોકોએ આતશબાજી સેલિબ્રેશન કર્યું હતું. સુનિતા વિલિયમ્સ પરત આવતાં જ ગામમાં જશ્ન શરૂ થઈ ગયો હતો.