Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મરાઠી ભાષાનો ઉપયોગ કરો નહીંતર…. : રાજ ઠાકરેની પાર્ટીએ IBAને લખ્યો ધમકી ભર્યો પત્ર

બેંક્સ તેમની સેવાઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવાનો આદેશ જારી કરે અન્યથા મનસેને આંદોલન તીવ્ર બનાવવું પડશે

dharmendravaghela by dharmendravaghela
2025-04-11 11:32:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ઇન્ડિયન બેન્કસ એસોસિએશન (IBA)ને ધમકીભર્યા સ્વરમાં પત્ર લખીને કહ્યું છે કે તેઓ બેંકોને RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા)ના ધારા ધોરણ મુજબ ફરજિયાત પણે તેમની સેવાઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવાનો આદેશ જારી કરે અન્યથા મનસેને આંદોલન તીવ્ર બનાવવું પડશે, એવી ચીમકી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતીય સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મનસેની માન્યતા રદ કરવાની દાદ માગી છે જેને લઇ મનસે ફરી વીફરી છે. મનસેના નેતાઓ દ્વારા ઇન્ડિયન બેંક્સ એસોસિયેશનને સુપરત કરાયેલા પત્રમાં રાજ ઠાકરેએ ઉલ્લેખ કર્યો છે કે જો બેંકો તેમની સેવાઓમાં ત્રણ ભાષાના સૂત્ર- અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષા (મરાઠી)નું પાલન નહીં કરે તો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા માટે જવાબદાર રહેશે.
બેંકોને તેમની સેવામાં મરાઠીનો ઉપયોગ કરવા માટે જરૂરી સૂચુનાઓ આપો નહીંતર મનસે આંદોલનને તીવ્ર બનાવશે, એવું ઠાકરેએ આઇ.બી.એને લખેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે. બેંકોના બોર્ડ ત્રણ ભાષામાં હોવા જોઇએ હિન્દી, અંગ્રેજી અને રાજ્યની પ્રાદેશિક ભાષા અને સેવાઓ પત્ર ભાષામાં હોવી જોઇએ એમ પત્રમાં ફોડ પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમના પક્ષના કાર્યકરોને બેંકો અને અન્ય સંસ્થાઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવા માટે છેડેલા આંદોલનને હાલ પૂરતું મોકૂફ રાખવા આવે એવું કહેવામાં આવ્યું હતું. કારણ કે આ આંદોલન થકી પૂરતી મરાઠી ભાષા વિશે જાગૃતિ ફેલાવી છે.
મનસેના આંદોલનના લીધે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે મહારાષ્ટ્રના સી.એમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને જણાવ્યું હતું કે મનસેના કાર્યકરો બેંકની શાખાઓમાં આવીને સ્ટાફને ધમકાવી રહ્યા છે. હકીકતમાં ૩૦ માર્ચના રોજ ગુડી પડવાની રેલીમાં રાજ ઠાકરેએ સત્તાવાર હેતુઓ માટે મરાઠી ભાષાને ફરજિયાત બનાવવા તેમના પક્ષના વલણનો પુનરોચ્ચાર કરીને તેમણે ચેતવણી આપી હતી.

Tags: Maharashtramarathiraj thackeray iba
Previous Post

પ.બંગાળમાં નોકરી ગુમાવનારા શિક્ષકો ભૂખ હડતાળ પર

Next Post

ન્યુયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ન્યુયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત

ન્યુયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત

Discover the Power of Solscan for Crypto Enthusiasts

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.