Monday, June 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છૂટાછેડાના ત્રણ વર્ષે દહેજ ઉત્પીડનની ફરિયાદ ભારે પડી : સુપ્રીમ કોર્ટે મહિલાને ઝાટકી

કોર્ટે કહ્યું, આ મામલે પતિના સગાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2025-04-19 12:10:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે એક મહિલા દ્વારા પોતાના પતિ અને સગાઓ સામે કરવામાં આવેલી દહેજ ઉત્પીડનની ફરિયાદ રદ કરી દીધી છે. જેમાં કોર્ટે કહ્યું કે, ‘આ મામલે પતિના સગાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પતિ-પત્ની વચ્ચે વચ્ચે છૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ દહેજ ઉત્પીડન અને 498 (A) ની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બંને વચ્ચે કોઈ સંબંધ જ નથી તો પતિ અને તેનો પરિવાર દહેજ ઉત્પીડન કેવી રીતે કરી શકે?’ પોતાના અગાઉના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કારોલ અને ન્યાયાધીશ પ્રશાંતકુમાર મિશ્રાની ખંડપીઠે કહ્યું હતું કે, ‘અમને કહેતા જરા પણ સંકોચ નથી થતો કે આ કેસમાં પતિના સગાઓને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. કારણ કે, તેમના નામ તો ફરિયાદમાં દાખલ કરાયા છે પરંતુ તેમની સામે કોઈ જ આરોપોનું વર્ણન નથી કરાયું.’
મામલો ઉત્તર પ્રદેશનો છે, અગાઉ અલ્લાહાબાદ હાઈકોર્ટે પતિના સગાઓ સામેના ટ્રાયલ કોર્ટના સમન્સ રદ કરવાની ના પાડી દીધી હતી તેથી તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, ઓગસ્ટ 2015માં પતિ અને સગાઓ સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. વર્ષ 2010માં મહિલાએ પતિનું ઘર છોડી દીધુ હતું અને પોતાના માતા પિતાની સાથે રહેવા લાગી હતી. સાસરિયાએ દાવો કર્યો કે, પતિ તેને પરત લાવવા માટે ગયો હતો. પરંતુ, પત્ની ન માનતા બાદમાં પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. છૂટાછેડા 2012માં મંજૂર થયાના ત્રણ વર્ષ બાદ મહિલાએ મેજિસ્ટ્રેટ સામે અપીલ કરીને દહેજ ઉત્પીડનની ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી.
પત્નીનો દાવો હતો કે, 2015માં મારા પતિ અને સાસરિયા ઘરે આવ્યા હતા અને મારી પાસે દહેજની માંગણી કરી હતી. આ સાથે જ ધાક-ધમકી પણ આપી હતી. મેજિસ્ટ્રેટે અરજીને ફરિયાદ તરીકે સ્વીકારી અને સમન્સ મોકલ્યું હતું. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, બંનેના છૂટાછેટા થઈ ગયા બાદ પતિ અને તેના પરિવારજોનોએ કયા કારણોસર પત્નીના ઘરે જઈને ફરી એક થવાનો પ્રયાસ કર્યો હશે તે માનવું મુશ્કેલ છે. કદાચ જો આવી કોઈ ઘટના બની હોય તો પણ ફરિયાદી મહિલા અને આરોપીના પતિ-પત્ની તરીકેના સંબંધ તો પહેલાં જ તૂટી ગયા હતાં, તેથી પતિ અને તેના સગા સામે IPC કલમ 498 (એ) અને દહેજ પ્રતિબંધ કાયદાની કલમ ચાર હેઠળનો કેસ બનતો જ નથી.

Tags: dahejindiasupreme courtwomen
Previous Post

ઓલિમ્પિક માટે આસારામ સહિત ત્રણ આશ્રમને 140 એકર જમીન ખાલી કરવા આદેશ

Next Post

500 લોકોને લઇને જતી બોટ આગ લાગ્યા બાદ ઉથલી પડી, 148 લોકોનાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
500 લોકોને લઇને જતી બોટ આગ લાગ્યા બાદ ઉથલી પડી, 148 લોકોનાં મોત

500 લોકોને લઇને જતી બોટ આગ લાગ્યા બાદ ઉથલી પડી, 148 લોકોનાં મોત

AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરો સસ્પેન્ડ

AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરો સસ્પેન્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.