Wednesday, April 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ ગેરકાયદેસર ઈમિગ્રેશન સામેની ઝુંબેશ ઉગ્ર બનાવી

શંકાસ્પદ ટ્રાવેલ એજન્સીઓની ઓળખ થઈ રહી હોવાનો દાવો,ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્ટો પર વિઝા નિયંત્રણો

dharmendravaghela by dharmendravaghela
2025-05-20 12:00:02
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્સીઓ સામે અમેરિકાએ કડક પગલાં જાહેર કર્યા છે. ગેરકાયદેસર ઈમિગ્રેશન કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારી ટ્રાવેલ એજન્સીના માલિકો, કર્મચારીઓ પર વિઝા નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેવું યુએસ એમ્બેસીએ સોમવારે કહ્યું હતું.
અમેરિકા દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું કે ‘અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં જાણીબુઝીને મદદ કરનારા ટ્રાવેલ એજન્સીઓના માલિકો, કર્મચારીઓ અને સિનિયર એક્ઝીકયુટિવ સામે (સોમવારે) વિઝા નિયંત્રણ લાદવામાં આવ્યા છે.ગેરકાયદેસર ઈમિગ્રેશન, માનવ તસ્કરીમાં મદદરૂપ બનનારાઓની ઓળખ કરવાની અને આગળ કાર્યવાહી કરવાની પ્રવૃત્તિઓ માટે અમારા કન્સ્યૂલેટ અર્ફેસ અને ડિપ્લોમેટિક સિક્યુરિટી સર્વિસ સતત કાર્યરત છે. સ્મગલિંગ નેટવર્કસને છિન્નભિન્ન કરવા માટે અમે શંકાસ્પદ ટ્રાવેલ એજન્સીઓ સામે વિઝા નિયંત્રણો લાદતા રહીશું. અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રેશનના ભયસ્થાનો અંગે જાણ કરવાની અને અમારા કાયદાઓનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓને જવાબદાર ગણવાનું અમારી ઈમિગ્રેશન પોલીસીનું લક્ષ્ય છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે ‘અમેરિકાના ઈમિગ્રેશન કાયદાઓ અને નીતિઓની અમલ કરવું કાયદાના શાસન અને અમેરિકનોના રક્ષણ માટે અતિ મહત્ત્વનું છે. વિઝા નિયંત્રણ નીતિ વૈશ્વિક સ્તરે છે અને વિઝામુક્ત પ્રોગ્રામમાં લાયક ઠરે છે તેવા વ્યક્તિઓ પર પણ લાગૂ પડી શકે છે.’
ગેરકાયદેસર ઈમિગ્રન્ટસને તેમના સ્વદેશમાં પાછા ડિપોર્ટ કરવાનું અમેરિકા નિયમિતપણે કરતું રહે છે. ૨૦૦૯થી હજુ સુધી ભારતમાં અમેરિકાથી ૧૫,૭૫૬ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટસને ડિપોર્ટ કરાયા હતા તેવું વિદેશપ્રધાન એસ. જયશંકરે ફેબુ્રઆરી મહિનામાં સંસદમાં કહ્યું હતું. ૨૦૦૯થી ૨૦૨૫ સુધી દર વર્ષે ૫૦૦થી વધુ ભારતીય વસાહતીઓને સ્વદેશ પાછા ધકેલાયા છે. ૨૦૧૬થી ૨૦૨૦ દરમ્યાન આ આંકડો વધીને ૧૦૦૦ થયો હતો.

Tags: USAvisa restrictions for agents
Previous Post

Кракен маркетплейс: Зеркала, актуальный Onion и инструкция по входу 2026

Next Post

Кракен 2026: Актуальное зеркало, обзор функционала и безопасный вход

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર 42 હજાર રૂપિયાને પાર : અમદાવાદનું એરપોર્ટ પાર્કિંગ ‘હાઉસફૂલ’
તાજા સમાચાર

ભારતમાં વિમાની સેવાઓ સ્થગિત થવાનો ખતરો

April 29, 2026
રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો
તાજા સમાચાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

April 29, 2026
તાજા સમાચાર

ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને ૪.૧ ટકા : પાંચ માસના તળિયે

April 29, 2026
Next Post

Кракен 2026: Актуальное зеркало, обзор функционала и безопасный вход

Discover Tronscan: Your Key to TRON Blockchain Insights

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.