વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે 19 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં
આવી રહી છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. વિસાવદરમાં 2.61
લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરશે. તો કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન
મથકો પર પોતાનો મત આપશે.
કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ
2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, જોકે જીત પછી
ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ
લગાવ્યા. પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં
જોડાયા, જેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતાં પેટાચૂંટણી
માટેનો માર્ગ ખુલ્લો થયો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીનું
નિધન થતાં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
આજે સવારથી જ તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનનો પ્રારંભ થયો હતો અને
મોટાભાગના મતદાન મથકો ઉપર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો કેટલાક મતદાન મથકો ઉપર
લાઈનો પણ જોવા મળી હતી દરમિયાન વિસાવદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ
ઢોલના તાલે આણંદપુર ગામે મહિલાઓ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા જયારે વિસાવદર
વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયાએ ભેંસાણ મતદાન મથક પર પરિવાર સાથે મતદાન
કર્યું. ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કર્યા બાદ પોતાનો વિજય થશે તેવી
પ્રતિક્રિયા આપી હતી સવારથી એકંદરે શાંતિપૂર્ણ મતદાન થઇ રહ્યું હોવાનું જાણવા મળેલ છે.
વિસાવદરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 31,590 મતદારોએ મતદાન કર્યું છે, જે કુલ મતદારોની સંખ્યા
2,61,110ના 12.10 ટકા થાય છે. જયારે કડીમાં
મતદારો માટે મોબાઈલ ફોન રાખવાની સુવિધા
આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક ઉપર મતદારો માટે ખાસ મોબાઈલ રાખવા માટેની વ્યવસ્થા
કરવામાં આવી છે. જેમાં મોબાઈલ હોલ્ડરની સુવિધા ઉભી કરવામાં આવી છે, મતદાર મતદાન કરવા
જાય તે પહેલા આ ટેબલ પર પોતાનો મોબાઇલ જમા કરાવી જાય છે, મતદાનની ગુપ્તતા જળવાઈ રહે
તે ચૂંટણી પંચ દ્વારા ખાસ આ મોબાઇલ હોલ્ડર સુવિધા ઉભી કરવામાં આવી છે.
કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં પણ પેટા ચૂંટણી
ગુજરાત ઉપરાંત કેરળના નીલાંબુર, પંજાબના લુધિયાણા પશ્ચિમ, પ.બંગાળના કાલીગંજની વિધાનસભા
બેઠકો ઉપર પણ પેટાચૂંટણી માટે મતદાનની શરુઆત થઇ ચૂકી છે. આ રાજ્યોમાં પણ ચુસ્ત બંદોબસ્ત
વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન શરુ થયું છે.