ગુજરાત સરકારે ફેક્ટરી કાયદામાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડયો હતો. જેમાં દિવસમાં
કામના કલાકો 9 થી વધારીને 12 કલાક કરવામાં આવ્યા હતા. સરકારના મતે, આ પગલાનો હેતુ વધુ
આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારની તકો ઊભી કરવાનો છે. જે કિસ્સાઓમાં કામદારો 12 કલાકની શિફ્ટ
માટે કાર્યરત હોય ત્યાં 6 કલાક સતત કામ કર્યા પછી તેમને 30 મિનિટનો ફરજિયાત વિરામ આપવો
પડશે.
ફેક્ટરી કાયદાની જોગવાઈઓમાં બીજા એક મહત્વપૂર્ણ ફેરફારમાં, કેટલીક કડક સલામતી માર્ગદર્શિકાઓને
આધીન, રાજ્ય સરકાર હવે મહિલાઓને વાણિજ્યિક સંસ્થાઓમાં 24 કલાક કામ કરવાની પરવાનગી
આપશે આ દરમિયાન, રાજ્ય સરકારે ફેક્ટરીઓના માલિકોને એક ક્વાર્ટરમાં 75 કલાકને બદલે 125
કલાકનો ઓવરટાઇમ આપવાની પણ મંજૂરી આપી હતી. કર્મચારીઓ તેમના કામના ઓવરટાઇમ કલાકો
માટે બમણા પગાર માટે પાત્ર રહેશે. ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સનો ખ્યાલ વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવે
છે, પરંતુ ફેક્ટરી કાયદાની જોગવાઇઓ હેઠળ આ શક્ય નહોતું. વટહુકમના મુસદ્દા સાથે જોડાયેલા એક
અધિકારીએ જણાવ્યું હતું કે વટહુકમ સાથે કર્મચારીઓ હવે ચાર દિવસ માટે 12 કલાકની શિફ્ટમાં કામ
કરી શકશે.
રાજ્ય સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું છે કે ફેક્ટરી (ગુજરાત સુધારો) વટહુકમ 2025 બહાર
પાડવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય મહત્ત્વના રોકાણને
આકર્ષવા અને રોજગારી પેદા કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવા માંગે છે. સરકારે ગેઝેટ
નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી એક વટહુકમ બહાર પાડવામાં આવી
રહ્યો છે. નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ અંગે, વટહુકમમાં જણાવાયું કે તેનો હેતુ ઓવરટાઇમ કામ
પર મહિલા કામદારોને રોજગાર આપવાનો છે, કામ કરવા અને કમાવવા માટે સમાનતા અને સમાન
તક પૂરી પાડવાનો છે.