પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી કરી છે. તે ભારતના પહેલા પ્રધાનમંત્રી
બન્યા છે જેમને વિશ્વના 26થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
છે. હાલમાં જ ઘાના અને બ્રાઝિલે તેમને સૌથી પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર આપ્યો છે. ઘાના સરકારે
વડાપ્રધાન મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’થી સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર
તેમને વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા અને ભારત-ઘાના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે
આપવામાં આવ્યો હતો.
અગાઉ બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ સન્માન
‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા હતા. આ સન્માન તેમને
ભારત-બ્રાઝિલ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા બદલ આપવામાં આવ્યું હતું.
આ દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું પ્રધાનમંત્રી મોદી પોતાને ‘પ્રધાન સેવક’ કહીને
દેશના 140 કરોડ લોકોની આકાંક્ષાઓ અને વિકાસના સપનાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ રહ્યા
છે.