સરહદી જિલ્લો કચ્છ રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને તેમજ આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સંદર્ભે અતિ સંવેદનશીલ હોય માટે આવી પ્રવૃતિઓને રોકવા માટે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. કચ્છમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ નિર્જન ટાપુઓ ૫ર પ્રવેશ ૫ર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર ૫શ્ચિમ કચ્છ-ભુજના તેમજ પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક દ્વારા કચ્છમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ નિર્જન ટાપુઓ ૫ર રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિને રોકવા પ્રવેશ ૫ર પ્રતિબંધ મુકવા બાબતે જાહેરનામું બહાર પાડવાની ભલામણ કરવામાં આવી હતી. જો કે આ જાહેરનામામાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ, સરકારી કામે માટે રોકાયેલા રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારી અને અધિકારીઓને મુક્તિ આપવામાં આવશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ બેટમાં પ્રવેશ પર પ્રતિબંધ
કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-૨૧ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.