આઈટી ક્ષેત્રે એક પછી એક દિગ્ગજ કંપનીઓ મંદીનો સામનો કરી રહી છે ત્યારે સેક્ટરની દિગ્ગજ
ઈન્ફોસીસે નવા ફ્રેશરની ભરતી કરવા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. એક તરફ જ્યાં આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં IT કંપનીઓમાં છટણીનો દોર ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિશ્વની
અગ્રણી IT કંપની ઇન્ફોસિસે હજારો ગ્રેજ્યુએટ્સને નોકરી આપવાની યોજના બનાવી છે.
મીડિયા સાથે વાત કરતા ઇન્ફોસિસના CEO સલિલ પારેખે જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ
2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં 17,000થી વધુ લોકોને નોકરી પર રાખવામાં આવ્યા હતા. આ વર્ષે કુલ
20,000 કોલેજ ગ્રેજ્યુએટ્સને કંપનીમાં સામેલ કરવાની અમારી યોજના છે. CEO સલિલ પારેખે
વધુમાં જણાવ્યું હતું કે ઇન્ફોસિસ AI સાથે તેના વર્કફોર્સને વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ઇન્ફોસિસે બંને ક્ષેત્રોમાં રોકાણ કરીને પોતાને અગ્રેસર રાખ્યું છે. અત્યાર સુધીમાં, ઇન્ફોસિસના લગભગ
2,75,000 કર્મચારીઓને AI અને ડિજિટલ કૌશલ્યમાં તાલીમ આપવામાં આવી છે.