1લી ઓગસ્ટ પહેલા યુનાઈડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહીત દુનિયાના 70થી વધુ દેશો પર રેસિપ્રોકલ ટેરીફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે ગઈ કાલે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં, જેમાં વિવિધ દેશોથી યુએસમાં આયાત થતી પેદાશો પર 10% થી 41% સુધીનો રેસિપ્રોકલ ટેરીફ લગાવવાંમાં આવ્યો છે, આ ઓર્ડર 7 ઓગસ્ટથી લાગુ થશે.
ભારતના રાજકરણમાં હાલ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલો ટેરીફ અને તેમણે ભારતના અર્થતંત્ર અંગે કરેલી ટિપ્પણીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે ભારત સરકાર યુએસ સાથે ટ્રેડ ડીલ કરવામાં નિષ્ફળ ગઈ છે. વિપક્ષનો આરોપ છે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની દોસ્તી કામ કેમ ના લાગી. હવે ટ્રમ્પે સાઈન કરેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ભારત પર 25 ટકા ટેરીફ લાગવા પુષ્ટિ થઇ છે, જેને કારણે ભારતની નિકાસને મોટો ફટકો પડી શકે છે.
નોંધનીય છે કે ગઈ કાલે ટ્રમ્પે પાકિસ્તાન સાથે યુએસની ઓઈલ ડીલની પણ જાહેરાત કરી હતી હવે ટેરીફમાં પણ પાકિસ્તાનને થોડી રાહત આપવામાં આવી છે. ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફ લગાવ્યો છે, તો પાકિસ્તાન પર 19 ટકા ટેરીફ લગાવવામાં આવ્યો છે. જે બતાવે છે કે ટ્રમ્પના પાકિસ્તાન સાથે સંબંધો વધુ ગાઢ થઇ રહ્યા છે. નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં મુજબ કેનેડા પર ટેરિફ 25% થી વધારીને 35% કરવામાં આયો છે. અન્ય દેશો પર ટેરીફ 7 ઓગસ્ટથી લાગી થવાનો છે, જ્યારે કેનેડા પર આ ટેરીફ 1 લી ઓગસ્ટથી જ લાગુ થઇ જશે.વિવિધ દેશોને પોતાની શરતો મુજબ ટ્રેડ ડીલ માટે મજબુર કરવા ટ્રમ્પ ટેરીફનો હથીયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી
ટેરિફ અંગે અમેરિકાના દબાણ વચ્ચે ભારત સરકારની ઘણી ઓઈલ રિફાઇનરીઓએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. તેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને મેંગલોર રિફાઇનરી પેટ્રોકેમિકલ જેવી તેલ રિફાઇનરીઓનો સમાવેશ થાય છે. તેમણે હાલ માટે રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કરવા પર હાલ પૂરતી રોક લગાવી છે. તેના બદલે, આ કંપનીઓ ઓઈલ ખરીદવા માટે મધ્ય પૂર્વ અને આફ્રિકા તરફ વળી છે.અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ભારતીય સરકારી કંપનીઓએ ગયા અઠવાડિયાથી ક્રૂડ ઓઇલ આયાત કર્યું નથી. જોકે અત્યાર સુધી આ કંપનીઓ અને સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો, ગભરાટમાં સ્ટોક કરવાની જરૂર નથી
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LGPનો પર્યાપ્ત ભંડાર છે, જે માટે કોઈપણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂર નથી. ઇન્ડિયન ઓઇલની સપ્લાઇ લાઇન સરળતાથી કામ કરી રહી છે અને તમામ આઉટલેટ્સ પર ઇંધણ અને LGPની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. કંપનીએ શુક્રવારે, સવારે 5:15 વાગ્યે સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપી હતી. ઇન્ડિયન ઓઇલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, IndianOil પાસે દેશભરમાં ઇંધણનો પર્યાપ્ત જથ્થો છે અને અમારી સપ્લાઇ લાઇન સરળતાથી કામ કરી રહી છે. ગભરાહટમાં ખરીદી કરવાની જરૂર નથી. ઇંધણ અને LPG અમારા તમામ આઉટલેટ્સ પર સરળતાથી ઉપલબ્ધ છે.