ગુજરાતમાં પોરબંદર, ઓખા ખાતે બે દિવસ મૅરિટાઇમ ડ્રિલ્સનવી દિલ્હી: પહલગામ હુમલા અને
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અનેક અવરોધો વચ્ચે બંને દેશના
નૌકાદળ આમનેસામને યુદ્ધ અભ્યાસ કરશે. અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન દ્વારા 11 અને 12
ઑગસ્ટે એકબીજાની જળસીમાની નજીક અલગ-અલગ કવાયત યોજાવાની છે.
બન્ને પાડોશી દુશ્મન દેશના નૌકાદળ અંદાજે 60 દરિયાઇ માઇલના અંતરે કવાયત કરવાના છે. તેઓએ
અરબી સમુદ્રમાં નૌકાદળની આ કવાયતને લગતા જુદા-જુદા જાહેરનામા બહાર પાડ્યા હતા, એમ
સત્તાવાર જણાવાયું છે. ભારતીય નૌકાદળ ગુજરાતના પોરબંદર અને ઓખાના દરિયાકિનારા પાસે 11
અને 12 ઑગસ્ટે મૅરિટાઇમ ડ્રિલ્સ યોજશે. બન્ને દેશના નૌકાદળની આ લશ્કરી કવાયત રાબેતા મુજબની
હોવાનો દાવો કરાય છે. આ અંગે પાકિસ્તાન નૌકાદળે પણ પોતાની જળસીમામાં અભ્યાસ કરવા માટે
એરમેન નોટિસ (નોટામ) પણ જારી કરવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળ પોરબંદર અને ઓખાના
દરિયાકિનારે કરશે, જ્યારે પાકિસ્તાનનો દરિયાઈ અભ્યાસ અહીંથી 60 નોટિકલ માઈલના અંતરે થશે. આ
બંને દેશ વચ્ચેના દરિયાઈ અભ્યાસ અંગે મીડિયામાં પણ સૌનું ધ્યાન ખેંચાયું છે.