મોનસૂનની અડધી સિઝન વીતી ગઇ પરંતુ રાજ્યના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં પુરતા પ્રમાણમાં
વરસાદ નથી પડ્યો અથવો તો કહી શકાય કે આ વિસ્તારમાં વરસાદની ઘટ છે. નોંધનિય છે કે,
ધમાકેદાર શરૂઆત બાદ ચોમાસાની ગતિમાં ઘટાડો થતાં ઓગસ્ટના પ્રથમ 10 દિવસમાં સીઝનનો માત્ર
બે ટકા જ વરસાદ વરસ્યો છે. આ સીઝનમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 40, તો પૂર્વ
મધ્યમાં 21 અને ઉત્તર ગુજરાતમાં 19 ઈંચ વરસાદ વરસ્યો છે. …
રાજયમાં છેલ્લા કેટલાક સમયથી મોનસૂન પર બ્રક લાગી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક
વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જેથી ખેડૂતો ચિંતિત છે. પરંતુ રાહતની વાત એ છે કે, 16
ઓગસ્ટથી ફરી સારા વરસાદનું અનુમાન છે.અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે.
જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એકિટવ
થવા જઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 16 ઓગસ્ટ બાદ સારો વરસાદ વરસશે, હવામાન
વિભાગની આગાહી મુજબ આ રાઉન્ડમાં 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. ટૂંકમાં કહીએ તો ઓગસ્ટના મધ્યમાં
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.