Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વર્તમાન સ્થિતિ તણાવયુક્ત છતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ : ટ્રમ્પ

રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અંગે નિરાશા વ્યક્ત કરી છતાં પી.એમ.મોદી સાથે મિત્રતા કાયમ હોવાનું સ્વીકાર્યું

dharmendravaghela by dharmendravaghela
2025-09-06 11:52:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સતત તણાવ શરૂ છે. આવી સ્થિતિમાં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર

મોદી સાથેના તેમના સંબંધો અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યું કે, ‘ભારત

અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે અને હાલના તણાવ છતાં, મોદી અને હું મિત્રો રહીશું.

તેઓ એક મહાન વડાપ્રધાન છે. તે મહાન છે, પરંતુ હાલ મોદી જે કરી રહ્યા છે તે મને નથી ગમતું. જોકે,

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. આ અંગે ચિંતાની કોઈ વાત નથી કારણ કે બંને

દેશો વચ્ચે ક્યારેક આવો સમય આવી શકે છે.’

હકીકતમાં ટ્રમ્પે આ વાત એક પ્રશ્નના જવાબમાં કહી હતી. જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તે

ભારત સાથે ફરી સંબંધો સુધારવા માટે તૈયાર છે? કારણ કે, ટેરિફના કારણે બંને દેશો વચ્ચેના સંબંધ

છેલ્લાં બે દાયકાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ટ્રમ્પે એવું પણ કહ્યું કે, ‘હું ખૂબ નિરાશ

છું કે, ભારત રશિયા પાસેથી આટલું બધું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. અમે ભારત પર ખૂબ વધારે પચાસ

ટકા ટેરિફ લગાવ્યો છે. વડાપ્રધાન મોદી સાથે મારા સંબંધ સારા છે. તે મહાન છે. થોડા મહિનાઓ પહેલાં

અહીં આવ્યા હતા, ત્યારે મને પૂછવામાં આવ્યું હતું કે, ભારત અને અન્યે દેશો સાથે ટ્રેડ વાટાઘાટો કેવી

ચાલી રહી છે? એ દરમિયાન મેં કહ્યું હતું કે, બધું બરાબર ચાલી રહ્યું છે. પરંતુ, અમે યુરોપિયન

યુનિયનથી નારાજ છીએ.’

ટ્રમ્પે આ પહેલાં કહ્યું હતું કે, અમને લાગે છે કે ભારત અને રશિયાને આપણે ચીન સામે ગુમાવી દીધા છે.

આ સાથે ટ્રમ્પે મોદી, પુતિન અને શી જિનપિંગની તસવીર પણ પોસ્ટ કરી હતી.

અગાઉ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર પીટર નવારોએ પણ ભારત પર નિશાન પ્રહાર કરતા કહ્યું હતું કે,

‘ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને મોટો નફો કમાઈ રહ્યું છે. ભારત સત્યને પચાવી શકતું નથી.

મને લાગે છે કે ટ્રેડ ટીમ અને પ્રમુખ ટ્રમ્પ નિરાશ છે કે ભારત યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને સતત

ભંડોળ પૂરું પાડી રહ્યું છે.’

‘અમે દિલથી તમારો આભાર માનીએ છીએ’: પી.એમ.મોદી

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સતત તણાવ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પહેલા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અંગે એક મોટું નિવેદન

આપ્યું હતું. જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ રિપ્લાય કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર

એક પોસ્ટ કરી હતી, જેમાં ટ્રમ્પના વખાણ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર લખ્યું કે, ‘અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે અમેરિકાના

પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ અને ભારત-અમેરિકાના સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ

અને તેમનું સમર્થન કરીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે એક અત્યંત સકારાત્મક અને દૂરદર્શી

વ્યાપક તથા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.’

Tags: india us relationstrump
Previous Post

Dexscreener: Your Comprehensive DEX Scanner for 2026

Next Post

આંધ્ર પ્રદેશમાં રહસ્યમય બીમારીથી ૨૦ વ્યક્તિના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post
આંધ્ર પ્રદેશમાં રહસ્યમય બીમારીથી ૨૦ વ્યક્તિના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી

આંધ્ર પ્રદેશમાં રહસ્યમય બીમારીથી ૨૦ વ્યક્તિના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતા મોહાલીની હોસ્પિટલમાં દાખલ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતા મોહાલીની હોસ્પિટલમાં દાખલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.