Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નેપાળને સળગતું મૂકી ક્યાં ભાગી ગયા PM ઓલી? દેખાવકારો બેકાબૂ

સંસદ ભવન, પીએમ હાઉસ સહીત અનેક સરકારી ઈમારતોને પ્રદાનસનકારીઓએ આગ લગાવી દીધી,વિરોધમાં 22 લોકોના મોત

dharmendravaghela by dharmendravaghela
2025-09-10 11:46:09
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નેપાળ હાલ રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું છે. વિરોધ પ્રદર્શનો અને હિંસા વચ્ચે, કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. સંસદ ભવનથી લઈને પીએમ હાઉસ સુધી અને ઘણી મોટી સરકારી ઇમારતોને આગ ચાંપી દેવામાં આવી છે. હિંસક ટોળા દ્વારા ઘણા મંત્રીઓને માર મારવામાં આવ્યો છે. પરંતુ આ બધા વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે ઓલી ક્યાં છે?
ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શનોને કારણે 9 સપ્ટેમ્બરે ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ, એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ કાઠમાંડુમાં એક સુરક્ષિત ઘરમાં છે. ભક્તપુરમાં તેમના નિવાસસ્થાન બાલાકોટને વિરોધીઓએ સળગાવી દીધું છે. દરમિયાન, એવી પણ અટકળો છે કે તેઓ દુબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ થવાને કારણે તેમ કરી શક્યા નહીં. હાલમાં તેઓ કાઠમાંડુમાં જ એક સુરક્ષિત સ્થળે હોવાનું કહેવાય છે.સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા Gen-Z વિરોધ પ્રદર્શનો ઓલીના રાજીનામા પછી પણ અટકતા દેખાતા નથી. યુવાનોએ ભ્રષ્ટાચાર, નેપોટિઝ્મ અને બેરોજગારી સામે અવાજ ઉઠાવ્યો છે. અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે જ્યારે 300 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.વિરોધીઓએ સંસદ ભવન, સિંહ દરબાર, ઓલીના બાલાકોટ નિવાસસ્થાન, નેપાળી કોંગ્રેસ કાર્યાલય અને ઘણા મંત્રીઓના ઘરોને આગ ચાંપી દીધી. કેટલીક જગ્યાએ જેલ તોડવાની ઘટનાઓ પણ બની. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ છે. બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. શટલ બસો દ્વારા પ્રવાસીઓને હોટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.

હિંસાની આંચ ભારતીય સરહદ સુધી પહોંચી
ઝુલાઘાટ આંતરરાષ્ટ્રીય પુલથી લગભગ 25 કિમી દૂર બૈતાડીના સાહિલેક બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. અહીંના યુવાનોએ સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કર્યો. બૈતાડીના એક સ્થાનિકે જણાવ્યું હતું કે દેખાવ દરમિયાન દેખાવકારોએ બજાર બંધ કરાવ્યું હતું. તેમણે બજારમાં સરઘસ કાઢીને સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
પિથોરાગઢના ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલામાં પણ હોબાળો થયો હતો. એક સ્થાનિકે જણાવ્યું હતું કે લગભગ 11 વાગ્યે લોકો દાર્ચુલા બહુમુખી કેમ્પસમાં એકઠા થયા હતા. દેખાવકારોએ દાર્ચુલા બજારમાં સરઘસ કાઢ્યું હતું. તેઓ સીડીઓ ઓફિસ પર પણ પહોંચ્યા અને પથ્થરમારો કર્યો હતો. બપોરે 2 વાગ્યાની આસપાસ દેખાવકારો હિંસક બન્યા અને કોંગ્રેસ અને યુએમએલ-માઓવાદી કાર્યાલયમાં તોડફોડ કરી. નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ તેઓ દેખાવકારો સામે લાચાર દેખાયા.

Tags: nepalpm oliviolence
Previous Post

’10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર હકાલપટ્ટી કરાશે

Next Post

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

dharmendravaghela

dharmendravaghela

Related News

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત
આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

September 10, 2025
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
Next Post
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.