Friday, April 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પ ક્વાડ સમિટ માટે ભારત આવે તેવી શક્યતા

તારીખ હજુ નક્કી કરાઈ નથી, યુએસ ભારત સાથેના સંબંધોને એટલા મજબૂત બનાવવા માંગે છે: ભારતમાં નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોર

dharmendravaghela by dharmendravaghela
2025-09-12 11:59:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે બગડેલા ભારત સાથેના સંબંધોને પાટા પર

લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. બંને દેશોના નેતૃત્વએ એના માટે પહેલ પણ કરી છે. આ બધા વચ્ચે

ભારતમાં નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે શુક્રવારે કહ્યું કે ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ

શકે છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠકમાં હાજરી આપવા માટે ભારત આવશે. તેમણે એમ પણ

કહ્યું કે તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
ગોરે કહ્યું કે, “ક્વાડ બેઠક અંગે વાતચીત થઈ છે. ચોક્કસ તારીખ આપ્યા વિના, હું કહી શકું છું કે પ્રમુખ

ટ્રમ્પ ક્વાડના સાતત્ય અને સશક્તિકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.” ગત વર્ષે અહેવાલ આવ્યા હતા

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, જે ક્વાડનો ભાગ છે, આ વર્ષે ભારતમાં શિખર સંમેલન

યોજવાનું વિચારી રહ્યા છે. 2024 ક્વાડ સમિટ ભારતમાં યોજાવાની હતી, પરંતુ અમેરિકાના પૂર્વ પ્રમુખ

જો બાઈડેન વિદેશ પ્રવાસ કરી શકતા ન હોવાથી અને ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી ક્વાડ સમિટ

અમેરિકામાં યોજાઈ હતી. જોકે આ વર્ષની બેઠક ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા

યોજાયેલી બેઠક કરતાં અલગ હશે, કારણ કે અમેરિકા અને જાપાનમાં નવા નેતૃત્વકાર સત્તામા આવ્યા

છે.સર્જિયો ગોરે કહ્યું કે પ્રમુખ ટ્રમ્પ આ વર્ષે જાપાનની મુલાકાતે ગયા હતા અને ત્યાંના વડા પ્રધાનને

મળ્યા છે. જાપાન પણ ક્વાડનો એક ભાગ છે અને તેમણે આ સંબંધના મહત્વ પર પણ ભાર મૂક્યો છે,

જેના પર આપણે વધુ કામ કરવું પડશે. ગોરે કહ્યું કે તાજેતરમાં અલાસ્કામાં બંને દેશોના 500 સૈનિકો

વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી. ટેરિફ પર કેટલાક મતભેદ રહ્યા છે, પરંતુ

ભારત-અમેરિકા સંબંધો ઘણા ઊંડા અને લાંબા ગાળાના વિશ્વાસ પર આધારિત છે. ગોરે એ પણ સંકેત

આપ્યો કે યુએસ ભારત સાથેના સંબંધોને એટલા મજબૂત બનાવવા માંગે છે કે ભારત ચીનથી દૂર રહે.

Tags: indiaquad summittrump
Previous Post

ડોલર સામે રૂપિયો 88.46ના નવા તળિયે

Next Post

L’été du gaming mobile : comment les niveaux VIP redéfinissent l’expérience des casinos en ligne

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

બેંગલુરુમાં લકવાગ્રસ્ત વૃદ્ધ માતાની પુત્રએ ચોથા માળેથી નીચે ફેંકી કરી હત્યા

April 16, 2026
આંતરરાષ્ટ્રીય

ભારત સાથે ઊર્જા સહિતના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા રશિયાની તૈયારી

April 16, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની અમેરિકાની અવધિ પૂર્ણ : ભારતની મુશ્કેલી વધશે

April 16, 2026
Next Post

L’été du gaming mobile : comment les niveaux VIP redéfinissent l’expérience des casinos en ligne

બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની છેતરપિંડી મામલે CBIના અમદાવાદમાં દરોડા

બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની છેતરપિંડી મામલે CBIના અમદાવાદમાં દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.