છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં 10
નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે
ગરિયાબંદમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને વચ્ચે-વચ્ચે
ગોળીબારમાં કેટલાક નક્સલીઓ માર્યા ગયા હોવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલીઓમાં સીસી સભ્ય મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ પણ
સામેલ છે, જેમને સંગઠનનો મોટો ચહેરો માનવામાં આવતો હતો. સુરક્ષા દળોની આ કાર્યવાહીને નક્સલ
વિરોધી કાર્યવાહીમાં મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ એમ પણ
કહ્યું હતું કે ગુરુવાર સવારથી ગારિયાબંદમાં નક્સલ વિરોધી કાર્યવાહી થયેલ.જ્યારે, છત્તીસગઢના
નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. આ નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ
અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું. નારાયણપુરના પોલીસ અધિક્ષક રોબિન્સન ગુરિયાએ જણાવ્યું હતું
કે તમામ 16 નક્સલીઓ નીચલા સ્તરના કેડર હતા અને જનતા સરકાર, ચેતના નાટ્ય મંડળી અને
માઓવાદીઓની પંચાયત મિલિશિયાના સભ્યો સહિત વિવિધ એકમો સાથે સંકળાયેલા હતા.