ગયા અઠવાડિયે યુએસના ટેક્સાસના ડલ્લાસમાં ભારતીય મૂળના મોટેલ મેનેજર ચંદ્ર મૌલી
નાગમલ્લાહની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
સામાન્ય બાબતમાં થયેલા વિવાદમાં મોટેલના કર્મચારીએ ચંદ્ર મૌલીનું ગાળું કાપીને હત્યા કરી હતી,
ત્યાર બાદ માથાને લાત મારી ડસ્ટબિનમાં ફેંકી દીધું હતું. આ ભયાનક દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા
હતાં. હેવાનિયતભર્યા કૃત્યની યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ નિંદા કરી છે.
કર્ણાટક મૂળના ચંદ્ર મૌલીની હત્યારો ક્યુબાથી આવેલો ગેરકાયદે ઇમિગ્રન્ટ યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ
નામનો શખ્સ છે, જેની ધરપકડ કરવામાં આવી છે.
યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને લખ્યું, “મેક અમેરિકા સેફ અગેઇન” તેમણે
લખ્યું કે તેમનું વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે.સોશિયલ
મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, “ટેક્સાસના ડલ્લાસમાં ચંદ્ર નાગમલ્લૈયાની હત્યા અંગેના ભયાનક અહેવાલ
મને જાણવા મળ્યા. ક્યુબાના એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ દ્વારા ચંદ્રની પત્ની અને પુત્રની સામે ક્રૂરતાથી
માથું કાપી નાખવામાં આવ્યું હતું, આવા માણસોનું આપણા દેશમાં કોઈ સ્થાન નથી.”ટ્રમ્પે એમ પણ
જણાવ્યું વધુમાં નોંધ્યું કે ભયંકર ગુનાઓ માટે આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ
અસક્ષમ જો બાઈડેનન સાશન હેઠળ તેને છોડી મુકવામાં આવ્યો હતો, કારણ કે ક્યુબા તેમના દેશમાં
આવા દુષ્ટ શખ્સને નથી રાખવા ઇચ્છતું.ટ્રમ્પે કહ્યું કે આવા શખ્સને આપણા દેશમાં પ્રવેશવાની મંજૂરી
આપવી જોઈએ નહીં. હાલ આરોપી કોબોસ-માર્ટિનેઝ હાલ કસ્ટડીમાં છે. અગાઉ વાહન ચોરી, હુમલો
કરવો, બાળ જાતીય શોષણ જેવા ગુનાઓ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી.