Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

કોંગ્રેસના ધારાસભ્ય નંજગૌડાની જીતને અમાન્ય જાહેર કરી ફેર મતગણત્રીનો આપ્યો આદેશ

dharmendravaghela by dharmendravaghela
2025-09-18 12:03:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત ભારતીય જનતા પાર્ટી અને

ચૂંટણી પંચ પર વોટ ચોરી’ના આક્ષેપ કરી રહ્યા છે. આ દરમિયાન જ કોંગ્રેસ શાસિત રાજ્યમાંથી જ

આવો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે મંગળવારે 2023ની વિધાનસભા ચૂંટણીમાં

જીતેલા કોંગ્રેસના એક ધારાસભ્યની જીતને અમાન્ય જાહેર કરી દીધી હતી કોર્ટે મતગણતરીમાં થયેલી

ગડબડનો હવાલો આપીને પુનઃ મતગણતરી કરવાનો આદેશ આપ્યો હતો.
કર્ણાટક હાઈકોર્ટે 2023ની વિધાનસભા ચૂંટણીમાં માલુર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય કે. વાય.

નંજગૌડાની જીતને અમાન્ય જાહેર કરી હતી. કોર્ટે મત ગણતરી પ્રક્રિયામાં ગેરરીતિઓનો ઉલ્લેખ કરીને

ફરીથી મતગણતરી કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય ભાજપના ઉમેદવાર કે.એસ. મંજીનાથ

ગૌડાની અરજી પર આવ્યો છે,જેઓ મે 2023ની ચૂંટણીમાં નંજગૌડા સામે માત્ર 248 મતોથી હારી ગયા

હતા. હાઈકોર્ટે કહ્યું કે મતગણતરી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓની ગંભીર તપાસ જરૂરી છે. જિલ્લા

ચૂંટણી અધિકારીએ મતગણતરીનું વિડિયો રેકોર્ડિંગ કોર્ટમાં રજૂ કર્યું ન હતું. કોર્ટે ૪ અઠવાડિયાની અંદર

ફરીથી મતગણતરીનો આદેશ આપ્યો છે, જોકે આ આદેશને ૩૦ દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે

જેથી નંજગૌડા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે.
માલુર વિધાનસભા બેઠક કર્ણાટકની કોલાર લોકસભા બેઠક હેઠળ આવે છે, જે અનુસૂચિત જાતિ (SC)

માટે આરક્ષિત છે. 2023ની ચૂંટણીમાં કોંગ્રેસના નંજગૌડાને 29.4% મત, ભાજપના મંજીનાથ ગૌડાને

29.26% મત, અપક્ષ હુડ્ડી વિજયકુમારને 28.48% મત અને જેડીએસને માત્ર 10.17% મત મળ્યા હતા.

અત્યાર સુધી માલુરમાં જીતતા ઉમેદવારને હંમેશા 40%થી વધુ મત મળતા હતા, પરંતુ 2023માં ત્રણ

દાવેદારોએ આ બેઠકને ત્રિકોણીય બનાવી દીધી હતી.
ભાજપે કોંગ્રેસ પર માલુર ચૂંટણીમાં “વોટ ચોરી” કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના ધારાસભ્ય

દળના નેતા આર.અશોકે કહ્યું, આ કોંગ્રેસ પર સીધો આરોપ છે. હવે શું રાહુલ ગાંધી નંજગૌડા વિરુદ્ધ ‘વોટ

ચોરી યાત્રા’ કાઢશે?

Tags: high courtkarnatakavote chori case
Previous Post

અમેરિકાના પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ગોળીબાર: ત્રણ પોલીસકર્મીની હત્યા

Next Post

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.