• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકન સૈનિકના મૃત્યુનો બદલો મોટો હુમલો કરી લઈશું : ટ્રમ્પ

ઈરાન ઉપર સતત દસમા દિવસે અમેરિકાની એરસ્ટ્રાઇક : હોર્મુઝમાં તંગદિલી વધતા ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 11:30:34
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલાવવાના હેતુથી અમેરિકન સેનાએ ઈરાન પર સતત 10મી રાત્રે પણ જોરદાર

હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર કડક શબ્દોમાં

ચેતવણી આપતા કહ્યું છે કે, ‘જ્યારે પણ ઈરાન કોઈ અમેરિકન સૈનિકની હત્યા કરશે, ત્યારે તેણે તેની

ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે!’
બીજી તરફ ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકન હુમલામાં અત્યાર સુધીમાં 50થી વધુ

લોકોના મોત થયા છે અને 517 લોકો ઘાયલ થયા છે, જ્યારે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર

સુધીમાં 17 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘આ હુમલાઓનો મુખ્ય

હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજો પર હુમલો કરવા માટે વપરાતી ઈરાની સૈન્ય ક્ષમતાઓને નષ્ટ

કરવાનો છે. અમેરિકન હવાઈ હુમલામાં ઈરાની મિલિટ્રી કમાન્ડ સેન્ટર્સ, એર ડિફેન્સ, કોસ્ટલ સર્વેલન્સ

સાઇટ્સ, મિસાઇલ અને ડ્રોન લોન્ચ સાઇટ્સ તેમજ કમ્યુનિકેશન નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા

છે.’
ઈરાની સરકારી ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, તબરીઝ શહેર અને બંદર ઈમામ ખોમેની, સિરિક, જસ્ક,

કોનારાક અને ચાબહાર જેવા દરિયાકાંઠાના વિસ્તારો પર મોટા પ્રમાણમાં બોમ્બમારો કરવામાં આવ્યો છે.
અમેરિકા સાથેની અથડામણ વચ્ચે ઈરાને મધ્ય પૂર્વમાં અમેરિકાના સહયોગી દેશો કુવૈત, જૉર્ડન અને

બહેરીનને પણ નિશાન બનાવ્યા છે. જૉર્ડનમાં થયેલા હુમલામાં અમેરિકાના બે સૈનિકો માર્યા ગયા છે અને

એક ગુમ થયો છે, જ્યારે ઈરાનના એક ડ્રોન ધમાકામાં વધુ એક સૈનિકનું મોત થયું છે. જવાબમાં જૉર્ડને

ત્રણ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. આ ઉપરાંત બહેરીનના વિદેશ મંત્રાલયે દેશની એર

ટ્રાફિક સિસ્ટમને નિશાન બનાવીને કરવામાં આવેલા ઈરાની ડ્રોન હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતો વૈશ્વિક ઊર્જા પુરવઠો આ યુદ્ધના કારણે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.

તાજેતરમાં જ યુનાઇટેડ કિંગડમ મરીન ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) અનુસાર, સંયુક્ત આરબ

એમિરેટ્સ (UAE) અને ઓમાનના દરિયાકાંઠા નજીક ટેન્કરો પર હુમલા બાદ જહાજોમાં આગ લાગવાની

અને ક્રૂ મેમ્બર્સ દ્વારા જહાજ છોડવાની ઘટનાઓ સામે આવી છે. આ સંકટ વચ્ચે યમનના હુથી

બળવાખોરોએ પણ સાઉદી અરેબિયા સામે રાતા સમુદ્રમાં દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી દીધી છે,

જેનાથી વૈશ્વિક ઓઇલ બજાર પર વધુ એક મોટું સંકટ ઊભું થયું છે.
આ વધતા તણાવ અને દરિયાઈ માર્ગો બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં

ભારે ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $88ને પાર પહોંચી ગયું છે, જ્યારે અમેરિકામાં પણ

પેટ્રોલના ભાવ વધવાથી લોકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. આ ભારે તણાવ વચ્ચે કૂટનીતિક સ્તરે

શાંતિની થોડી આશા પણ જાગી છે. યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસરૂપે ઈરાનના આંતરિક મંત્રી

પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે બેઠકો કરી રહ્યા

છે. અમેરિકાએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ ઈરાને તેના માટે ગંભીરતા

દર્શાવવી પડશે.

Tags: i attack on irantrump
Previous Post

હિમાચલમાં એકસાથે ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા

Next Post

યુક્રેનના ઓડેસા બંદરથી અનાજ લઈને નીકળેલા ‘એમવી ગોલ્ડન લિયો’ નામના જહાજ પર ભયાનક હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
Next Post
યુક્રેનના ઓડેસા બંદરથી અનાજ લઈને નીકળેલા ‘એમવી ગોલ્ડન લિયો’ નામના જહાજ પર ભયાનક  હુમલો

યુક્રેનના ઓડેસા બંદરથી અનાજ લઈને નીકળેલા 'એમવી ગોલ્ડન લિયો' નામના જહાજ પર ભયાનક હુમલો

ગઢડાના હોળાયા નજીકથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

ગઢડાના હોળાયા નજીકથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In