એશિયા 2025ના સુપર ફોર રાઉન્ડમાં રવિવારે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને
પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને ભવ્ય જીત હાંસલ
કરી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને બેટિંગ
આપી હતી. જ્યારે પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 171 રન
બનાવ્યા હતા અને પાકિસ્તાને ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ભારતે 18.5 ઓવરમાં 4
વિકેટના નુકસાનથી 174 રન બનાવીને જીત મેળવી છે.
અભિષેક શર્માએ 39 બોલમાં 74 રનોની તોફાની ઈનિંગ રમી હતી. ગિલ ફિફ્ટી ચૂકી ગયો. તે 47 રન
બનાવીને આઉટ થયો. પરંતુ બંને વચ્ચે સેન્ચૂરી પાર્ટનરશીપ થઈ. આ મેચમાં પાકિસ્તાનની ટીમના
બેટિંગ કરી રહી હતી ત્યારે ભારતીય ટીમની ખરાબ ફિલ્ડિંગ જોવા મળી અને 4 સરળ કેચ ભારતીય
ફીલ્ડર્સે છોડ્યા. બુમરહાે 4 ઓવરમાં 45 રન આપ્યા.





