Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-અફગાનિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી, અનેક લોકોએ ગુમાવ્યા જીવ

તાલિબાનની જવાબી કાર્યવાહીમાં 58 પાકિસ્તાની સૈનિકોના મોત અને 30 ઘાયલ થયાનો દાવો

dharmendravaghela by dharmendravaghela
2025-10-13 12:04:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચેની સીમા, જે વર્ષોથી અસ્થિરતાનું કેન્દ્ર રહી છે, તાજેતરમાં ફરી એક

Advertisement

બંન્ને દેશો વચ્ચે લશ્કરી કાર્યવાહી થઈ હતી. આ લશ્કરી કાર્યવાહીમાં અનેક લોકોએ પોતાના જીવ

ગુમાવ્યા છે. જેની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ રહી છે. પાકિસ્તાની સૈન્યના જણાવ્યા મુજબ, 11

અને 12 ઓક્ટોબરની મધ્યરાત્રિમાં અફગાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)

દ્વારા પાકિસ્તાની સીમા પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અફગાન તરફથી ગોળીબાર અને

જમીની આક્રમણોનો કરાયા હતા.જેના જવાબમાં પાકિસ્તાને 19 અફગાન સૈન્ય ચોકીઓ અને આતંકી

અડ્ડાઓ પર કબજો કરી લીધો છે. પાક સૈન્યના અહેવાલ પ્રમાણે 23 પાકિસ્તાની સૈનિકો અને 200થી વધુ

તાલિબાન સૈનિકોના મોત થયા છે, જ્યારે તાલિબાને જવાબી કાર્યવાહીમાં 58 પાકિસ્તાની સૈનિકોના મોત

અને 30ને ઘાયલ કરવાનું જણાવ્યું છે.
તાલિબાન નેતૃત્વવાળી અફગાન સરકારના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓની પુષ્ટિ કરીને જણાવ્યું કે

તેમની સેનાઓએ સફળ જવાબી કાર્યવાહી કરી છે. તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે

પાકિસ્તાનના અંગુર અડ્ડા, બાજૌર, કુર્રમ, દિર અને ચિત્રલ (ખૈબર પખ્તુનખ્વા પ્રાંત) તથા બરામચા

(બલુચિસ્તાન)માં પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 20 પાકિસ્તાની

ચોકીઓનો નાશ કરવામાં આવ્યો અને મોટી માત્રામાં હથિયારો તથા સૈન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી

છે, જ્યારે અફગાન તરફથી 9 સૈનિકો માર્યા ગયા અને 16 ઘાયલ પણ થયા.
આ તીવ્ર ઝડપોને કારણે બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વકર્યો છે, કારણ કે બંને પક્ષો એકબીજા પર

સીમા ઉલ્લંઘન અને અચાનક હુમલાના આરોપો લગાવી રહ્યા છે. તાલિબાન મંત્રાલયે ચેતવણી આપી છે

કે જો વિરોધી પક્ષે ફરી અફગાન સીમાનું ઉલ્લંઘન કર્યું તો તેમની સેનાઓ સંપૂર્ણ તૈયાર છે અને કડક

જવાબ આપશે. આ કાર્યવાહી અડધી રાત્રે કતાર અને સાઉદી અરબના અનુરોધ પર અટકાવવા આવ્યો

હતો, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી આ સંઘર્ષને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

પાકિસ્તાની સૈન્યના દાવાઓ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, કારણ કે તેમની પ્રચાર મશીન ISPRએ

અગાઉ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન અનેક ખોટા દાવાઓ કર્યા હતા. આ ઘટનામાં પાકિસ્તાને આ

હુમલાને ‘કાયરતાપૂર્ણ કાર્યવાહી’ ગણાવી છે અને તેને આતંકીઓની નિમ્ન કક્ષાની યોજનાનો ભાગ

ગણાવ્યો છે, જેનો હેતુ સીમા વિસ્તારોને અસ્થિર કરવાનો છે.

Tags: afghanistan pakistan border clashes
Previous Post

સોડવદર ગામની સીમમાં આવેલ વાડીમાંથી ૪૪૪ બોટલ દારૂ સાથે ચાર શખ્સની ધરપકડ

Next Post

અમેરિકામાં હિક્સ એરફિલ્ડ નજીક ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
અમેરિકામાં હિક્સ એરફિલ્ડ નજીક ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું

અમેરિકામાં હિક્સ એરફિલ્ડ નજીક ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું

100% ટેરિફ લડ્યા બાદ ટ્રમ્પનો સમાધાનનો સૂર, અમેરિકા ચીનને મદદ કરવા માંગે છે, નુકસાન નહીં

100% ટેરિફ લડ્યા બાદ ટ્રમ્પનો સમાધાનનો સૂર, અમેરિકા ચીનને મદદ કરવા માંગે છે, નુકસાન નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.