Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

અમેરિકા હવે ઈરાન સાથે વાતચીત નહીં ફક્ત હુમલા કરશે : સતત બાર દિવસથી ચાલતા યુદ્ધના કારણે પશ્ચિમ એશિયા પ્રભાવિત

dharmendravaghela by dharmendravaghela
2026-07-23 11:41:16
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના 12મા દિવસે યુએસ સેનાએ ઈરાનના વિવિધ વિસ્તારો પર પ્રચંડ હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. બીજી તરફ, યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ રેડ સીમાં સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કરો પર મિસાઈલ હુમલા કર્યા છે. આ સાથે જ આ સંઘર્ષ હવે સમગ્ર પશ્ચિમ એશિયા અને વૈશ્વિક ઊર્જા માર્ગો પર ફેલાઈ ગયો છે.
અમેરિકન સેનાએ બુધવારે સતત 12મી રાત્રે ઈરાન પર ભીષણ હવાઈ અને મિસાઈલ હુમલા કર્યા છે. દક્ષિણ ઈરાનના સિરિક ક્ષેત્રમાં ભયાનક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનના એરક્રાફ્ટ હેંગર્સ, ડ્રોન સ્ટોરેજ સાઈટ્સ, મિલિટરી ઓપરેશન સેન્ટર્સ અને મરીન લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયા છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં કોમર્શિયલ જહાજો અને નાવિકો માટે ઈરાન તરફથી ઊભા થતા ખતરાને નાબૂદ કરવા અમેરિકાએ આ મિશન આગળ પણ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.યુદ્ધના 12મા દિવસે યુએસ સેનાએ ઈરાનના ખુઝેસ્તાન પ્રાંત અને ઈરાક વચ્ચે આવેલા મહત્ત્વના ‘શલામચેહ બોર્ડર ક્રોસિંગ’ના પેસેન્જર ટર્મિનલ નજીક મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 લોકોના મોત થયા છે અને 11 લોકો ગંભીર રીતે ઘવાયા છે. આ સિવાય અહવાઝ, રામશીર અને અંદીમેશ્ક શહેરો નજીક પણ બોમ્બમારો કરાયો હતો.
અમેરિકન પ્રમુખે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ‘હાલમાં ઈરાન સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટોમાં અમને રસ નથી અને જો ઈરાન હોર્મુઝમાં જહાજોને નિશાન બનાવશે તો અમેરિકા બદલામાં ઈરાનનો એક મોટો બ્રિજ અથવા પાવર પ્લાન્ટ તબાહ કરી દેશે.’ તેમણે ઈરાનના યુરેનિયમ સંવર્ધન કેન્દ્રો નજીકના વિસ્તારો પર પણ હુમલાના સંકેત આપ્યા છે. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો દેશ હવે ‘આંખના બદલે આંખ’ની આક્રમક નીતિ અપનાવશે.

રાતા સમુદ્રમાં હુથી બળવાખોરોનો સાઉદીના બે ઓઇલ ટેન્કરો પર મિસાઈલ હુમલો

હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રેડ સી નવો અખાડો બની ગયો છે. યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા સામે ઘોષિત કરેલી નૌકાદળ નાકાબંધીનો ભંગ કરવા બદલ સાઉદીના બે ઓઈલ ટેન્કરો—’એન્સેલિયા’ અને ‘લૈલા’ પર બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો વડે હુમલો કરવાનો દાવો કર્યો છે.

સાઉદી અરેબિયાના અલ-શુકૈકથી આશરે 70 નોટિકલ માઈલ દૂર ‘એન્સેલિયા’ ટેન્કર પર મિસાઈલ પડતા જ ભયાનક આગ લાગી ગઈ હતી, જેના વાઇરલ વીડિયો પણ સામે આવ્યા છે. જહાજે વીએચએફ મારફતે ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલીને મદદ માંગી હતી. હુથી બળવાખોરોની આ ધમકી અને હુમલા બાદ પાંચથી વધુ ઓઇલ ટેન્કરોએ રેડ સીમાં પોતાનો રસ્તો બદલીને સ્વેજ કેનાલ તરફ ફંટાવું પડ્યું છે.

 

Tags: Iranus missile attack
Previous Post

યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને બક્ષવામાં નહીં આવે : મોદી

Next Post

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.