ગુજરાતના લોકસાહિત્ય, લોકકલા અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવનાર, પદ્મશ્રી જોરાવરસિંહ દાનુભાઈ જાદવનું ૮૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી ગુજરાતના લોક સાહિત્ય અને કલા જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકસાહિત્યના આ દિગ્ગજ સંશોધકે તેમના જીવનકાળ દરમિયાન ૯૦થી વધુ લોકસંસ્કૃતિ-વિષયક પુસ્તકો આપીને ગુજરાતી લોકવારસાને ચિરંજીવ બનાવ્યો છે.






